29 November, 2024 12:20 PM IST | Moscow | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રશિયાના લેનિનગ્રાડમાં દિમિત્રી ઉખીન નામના ભાઈએ એક બિલાડી પાળી હતી. ૨૦ નવેમ્બરે તેની બિલાડી ખોવાઈ ગઈ હતી. બહુ શોધ્યા પછી બાવીસમી નવેમ્બરે મળી ગઈ અને દિમિત્રી બિલાડીને લઈને ઘરે આવ્યો. સાંજે બિલાડીએ દિમિત્રીના પગ પર ખૂબ નખોરિયાં માર્યાં. એમાં તેને બહુ લોહી નીકળ્યું. ડાયાબિટીઝ અને લોહીની બીમારી હતી એટલે અતિશય લોહી વહી ગયું હતું. પાડોશીએ પ્રાથમિક સારવાર કરી, પરંતુ લોહી રોકાતું નહોતું. પાડોશીએ કહ્યું કે મેડિકલ ટીમને આવતાં બહુ વાર લાગી અને આવી ત્યારે દિમિત્રીનું મૃત્યુ થઈ ગયું હતું. તેની પત્ની નતાલ્યા પણ ઘરે નહોતી.