હવે ક્લોન સ્ટાફ દ્વારા વર્ક ફ્રૉમ હોમ વર્ચ્યુઅલી કરો

28 December, 2022 12:49 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

ઑફિસ સ્ટાફ તેના ફોન કે લૅપટૉપની મદદથી તેઓ જ્યાં પણ હોય ત્યાંથી રોબોને કાબૂમાં રાખી શકશે

હવે ક્લોન સ્ટાફ દ્વારા વર્ક ફ્રૉમ હોમ વર્ચ્યુઅલી કરો

ઘરેથી કામ કરી રહેલા કર્મચારીઓ પોતાના રોબોટિક વર્ઝનનો ઉપયોગ કરીને ટૂંક સમયમાં વર્ચ્યુઅલી ઑફિસમાં પાછા ફરી શકે છે. એન્જિનિયરોએ હાઇ-ટેક અવતાર તૈયાર કર્યા છે, જે માથું હલાવી શકશે, ૩૬૦ ડિગ્રી ફરી શકશે તેમ જ સાઇટ પર સહ-કર્મચારીઓ સાથે વાતચીત પણ કરી શકશે. ઑફિસ સ્ટાફ તેના ફોન કે લૅપટૉપની મદદથી તેઓ જ્યાં પણ હોય ત્યાંથી રોબોને કાબૂમાં રાખી શકશે. સહ-કર્મચારીઓ સાથે આંખ મિલાવી શકાય એટલી ઊંચાઈ માટે યુઝર્સ તેમના રોબોનું કદ ૬ ઇંચ જેટલું વધારી શકશે. 

જૅપનીઝ કંપની ક્યોસેરાએ જણાવ્યું હતું કે તેના ઑટોમેટન્સ દૂર રહીને કામ કરી રહેલા કર્મચારીઓને ઑફિસમાંના તેના સહ-કર્મચારીઓ સાથે સંપર્કમાં રહેવામાં, સ્ટ્રેસ ઘટાડવામાં, હાઇબ્રીડ કમ્યુનિકેશનને પ્રોત્સાહન આપવામાં તેમ જ તેમની સાથે વાતચીત કરવામાં મદદરૂપ બની રહેશે.  જપાનની રાજધાની ક્યોટો સ્થિત ટેક-જાયન્ટ ક્યોસેરાએ જણાવ્યું હતું કે ઘરેથી કામ કરનાર કર્મચારીઓ ઑફિસમાં સામાન્ય રીતે ચાલતી વાતચીતથી વંચિત રહી જાય છે. ક્યોસેરાનો નવો ​વાસ્તવિક અવતાર ઑફિસમાં વાસ્તવિક હાજરીનો અનુભવ કરાવશે.

offbeat news international news japan technology news