22 December, 2023 11:37 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચાર વર્ષ પહેલાં લૉન્ચ થયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન આજે પણ પૉપ્યુલર છે. હવે વંદે ભારત થીમ આધારિત એક યુનિક રેસ્ટોરાંએ પોતાના દરવાજા સુરતીઓ માટે ખોલ્યા છે અને આ વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયો ચટોરા અંકિત નામના ઇન્સ્ટાગ્રામ યુઝર દ્વારા શૅર કરવામાં આવ્યો છે. વિડિયોમાં ટ્રેનની રેપ્લિકા જોઈ શકાય છે. અહીંનું વાતાવરણ તમને વંદે ભારત એક્સપ્રેસની યાદ અપાવશે અને રેસ્ટોરાં કલ્ચરલ ડાઇનિંગ એક્સ્પીરિયન્સ ઇચ્છતા તેમ જ ફૂડીઝ વચ્ચે પૉપ્યુલરિટી મેળવી રહ્યું છે. આના વાઇબ્રન્ટ કલર અને ટ્રેન થીમ ડેકોર હૂબહૂ ટ્રેનનું દૃશ્ય ખડું કરી રહ્યું છે. વિડિયો પ્રમાણે આના મેનુમાં દુનિયાભરનાં અલગ-અલગ રીજનની ડિશની વરાઇટી જોઈ શકાય છે. રેસ્ટોરાં અનલિમિટેડ ફૂડ સર્વ કરે છે; જેમાં બે પ્રકારના સૂપ, ૭ પ્રકારની ચાટ, ૧૦ પ્રકારનાં કોલ્ડ સૅલડ, બે પ્રકારની ગાર્લિક બ્રેડ અને ૩ પ્રકારના પીત્ઝાનો સમાવેશ થાય છે.