15 May, 2023 02:06 PM IST | Canberra | Gujarati Mid-day Correspondent
વિચિત્ર સ્થિતિને કારણે યુવતીનાં સ્તનની સાઇઝમાં થયો ૬ ગણો વધારો
ઑસ્ટ્રેલિયા રહેતી એક યુવતી છેલ્લા એક વર્ષમાં ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે. પામેલિયા જે. નામની યુવતીએ પોતાનું ખરું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું છે કે છેલ્લા એક વર્ષમાં મારાં સ્તનના કદમાં ભારે વધારો થયો છે. સ્તનના કોષોમાં થયેલા વધારાને કારણે આવું થયું છે. વિશ્વભરમાં આવા માત્ર ૩૦૦ કેસ જ છે. મેલબર્નમાં રહેતી ૨૭ વર્ષની પામેલિયા જે. નામથી પોતાની ઓળખ આપતી યુવતીને ગયા વર્ષે માર્ચમાં નિદાન કરવામાં આવ્યું હતું. તેનાં સ્તનનું કદ ‘જે’ કપ સાઇઝથી ‘ઓ’ કપ સાઇઝ થઈ ગયાં હતાં. આમ સાઇઝમાં ૬ ગણો વધારો થયો હતો. નિદાનના બે મહિના પહેલાં જ તેને વિવિધ તકલીફો પડવા માંડી હતી. બ્રા નાની પડતી હતી તેમ જ પીઠમાં પણ સતત દુખાવો રહેતો હતો. તેની છાતી જાન્યુઆરી ૨૦૨૨માં ૧૦૦ સેન્ટિમીટર હતી જે વધીને ૧૩૯ સેન્ટિમીટર થઈ ગઈ હતી. વળી તેને કપડાં શોધવામાં પણ મુશ્કેલી પડતી હતી. ગિગાન્ટોમાસ્ટિયાને કારણે આવું થઈ શકે છે, જેમાં હૉર્મોનમાં થતા ફેરફાર પણ જવાબદાર છે, પરંતુ હજી સુધી ખરું કારણ બહાર આવી શક્યું નથી. જ્યારથી તેનાં સ્તનમાં વધારો થયો છે ત્યારથી ઑન્લીફૅન્સ નામની વેબસાઇટમાં તેના પ્રશંસકોની સંખ્યામાં પણ વધારો થયો છે. આ એક સબસ્ક્રિપ્શન આધારિત પૉર્નોગ્રાફિક વેબસાઇટ છે. સ્તનના કદમાં વધારો થતાં ગયા વર્ષે તેણે ૨,૫૦,૦૦૦ પાઉન્ડ (૨.૫ કરોડ રૂપિયા)ની કમાણી કરી છે. જોકે તે સર્જરી કરાવીને સ્તનનું કદ ઘટાડવા માગે છે, કારણ કે વધેલાં સ્તનને કારણે તેની પીઠમાં દુખાવો થઈ રહ્યો છે. પામેલિયા જાણે છે કે સ્તનનાં કદ નાનાં કરવામાં આવતાં તેની કમાણી ઘટી જશે, પરંતુ આ નિર્ણય તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ નિર્ણય હશે. તેના ઑન્લીફૅન્સના ૭૦ ટકા જેટલા સબસ્ક્રાઇબર્સે સ્તનનું કદ નાનું કરવા માટે ના પાડી છે.