Raksha Bandhan 2023ની ડિજિટલ ઉજવણી, બહેને મહેંદીમાં જ ચિતરાવ્યો QR Code

30 August, 2023 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Raksha Bandhan 2023: એક બહેને પોતાના હાથની મહેંદી પર જ કયુઆર કોડ ચીતરાવી લીધો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

આજે રક્ષાબંધન (Raksha Bandhan 2023)નો પવિત્ર તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. ઠેર-ઠેર ભાઈ-બહેનનો આ તહેવાર ઉજવી રહ્યા છે. ભાઈઓ અને બહેનો આ પર્વ ઊજવતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરવાનું ભૂલતા નથી. એક બહેને પોતાના હાથની મહેંદી પર જ કયુઆર કોડ ચીતરાવી લીધો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વખતે ભલે બે દિવસ એટલે કે 30 અને 31 ઓગસ્ટ વચ્ચે રક્ષાબંધન (Raksha Bandhan 2023)નો તહેવાર ઝોલાં ખાઈ રહ્યો હોય. છતાં લોકો તો મનમૂકીને આ તહેવાર ઉજવી રહ્યા છે. આમ તો આ દિવસે બહેને રાખડી બાંધી લીધા પછી ભાઈઓ પોતાની બહેનને કંઈક ગિફ્ટ આપતાં હોય છે અથવા તો પૈસા આપતાં હોય છે. પણ હવે ડિજિટલ યુગમાં નવા જ દ્રશ્યો સામે આવ્યા છે. ડિજિટલ યુગમાં બહેનો પણ સ્માર્ટ બની ગઈ છે. 

હા, કેટલીક બહેનો તો રક્ષાબંધન (Raksha Bandhan 2023)માં આરતીની થાળીમાં QR કોડ લઈને રાખડી બાંધી રહી છે. આ બધા જ નવા કન્સેપ્ટ વચ્ચે એક નવો અને જુદો કનસેપ્ટ સામે આવ્યો હતો.. એક બહેને પોતાના હાથની મહેંદી પર જ કયુઆર કોડ પ્રિન્ટ ચીતરાવી લીધો હતો. 

આ બાબતનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Networking Site) પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બહેનના હાથ પર ક્યૂઆર કોડ મેહંદી બનાવવામાં આવી છે. સાથે જ મહેંદી પર લાગેલા કયુઆરને સ્કેન કરીને તેનો ભાઈ તેને UPI દ્વારા પૈસા ટ્રાન્સફર કરી રહ્યો છે.

30 ઓગસ્ટના રોજ શૅર કરવામાં આવેલા આ વીડિયોમાં લોકો લાઇક કરી રહ્યા છે. અનેક યુઝર્સ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું હતું કે, ‘મારો દેશ બદલાઈ રહ્યો છે, આગળ વધી રહ્યો છે.’ તો બીજાએ લખ્યું હતું કે, ‘આપણી પાસે કેટલા સ્માર્ટ લોકો છે.’ વળી એક બહેને તો એવી કમેન્ટ કરી છે કે, ‘હું મારા લગ્નમાં પણ આ રીતે મારા હાથ પર મહેંદી લગાવીશ અને પછી જે પણ સ્ટેજ પર આવશે તેની સામે મારો હાથ લાંબો કરીશ’

જો કે, રક્ષાબંધન (Raksha Bandhan 2023)ને લઈને આ શૅર કરવામાં આવેલા વિડિયોને ધ્યાનથી જોવામાં આવે તો જણાઈ આવશે કે પેલો ભાઈ મોબાઈલમાંથી QR કોડ સ્કેન નથી કરી રહ્યો. બલ્કે સ્કેનિંગ અને પેમેન્ટનો વીડિયો ચલાવી રહ્યો છે. મોબાઈલ સ્ક્રીનની નીચે વિડિયો પોઝ કરવાનો ઓપ્શન આવી રહ્યો છે એટલે કે વીડિયો પ્લે થઈ રહ્યો છે. મહેંદી QR કોડનો ઉપયોગ ચુકવણી માટે કરી શકાતો નથી. આ માત્ર મનોરંજન (Entertainment News) માટે છે. આમ તો મહેંદીની ડિઝાઇનમાં QR કોડ મૂકવો એ કોઈ મોટી વાત નથી. જો યોગ્ય તૈયારી, સફાઈ અને પ્રિન્ટિંગ લે કરવામાં આવે તો આ પણ શક્ય થઈ શકે છે. જો કે, આ માત્ર કહેવામાં સરળ છે પણ આ કંઈ ખાવાની વાત નથી.

social media social networking site raksha bandhan offbeat videos offbeat news