Pune Viral News: ચોર ચોરેલું સ્કૂટર પાછું આપવા થશે મજબૂર, આ ભાઈએ કરી ભાવુક વિનંતી, જાણો અહીં

15 October, 2024 10:36 AM IST  |  Pune | Gujarati Mid-day Online Correspondent

Pune Viral News: યુવકે ચોરને કહ્યું કે, મારી મમ્મીની આ છેલ્લી યાદગીરી છે. પ્લીઝ પાછી આપો. હું તમને નવી ગાડી લઈ આપું છું

યુવકે સોશિયલ મીડિયામાં મૂકેલી તસવીરોનો કોલાજ

સોશિયલ મીડિયા પર અવારનવાર વિચિત્ર પ્રકારના વિડીયો તેમ જ ફોટોઝ વાયરલ થતાં હોય છે. આજે આપણે જે પોસ્ટની વાત કરવાની છે તે પૂણે (Pune Viral News)ના એક યુવકે આ પોસ્ટ કરી હતી. આ યુવક રસ્તા પર એક બોર્ડ લઈને ઊભો રહેલો જોવા મળી રહ્યો છે. હવે વાત એમ છે કે આ યુવકનું સ્કૂટર ચોરાઇ ગયું છે. અને તેણે હવે પોતાના સ્કૂટરને પાછું આપવા ચોરને વિનંતી કરી છે. પણ એવું શા માટે? તે કારણ જ ઘણું રસપ્રદ છે.

આવો યુવકે પકડેલા બોર્ડમાં જે શબ્દો છે એ વાંચીએ 

જે તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ (Pune Viral News) થઈ રહી છે તે તસવીરમાં પૂણેના યુવકે એક બોર્ડ પકડયું છે અને તેના પર લખવામાં આવ્યું છે કે- "મારી ગાડી ચોરાઇ ગઈ છે. બ્લેક એક્ટિવા MH14B6036. મારી મમ્મીની આ છેલ્લી યાદગીરી છે. પ્લીઝ પાછી આપો. હું તમને નવી ગાડી લઈ આપું છું. મારા મમ્મીની ગાડી પાછી કરો, પ્લીઝ.” આટલું લખ્યું અને તેણે નીચે પોતાનો મોબાઈલ નંબર 976661746 પણ આપ્યો છે. અને પોતાની ઇન્સ્ટા આઈડી પણ બતાવી છે.

આ પોસ્ટ abhayanjuu નામની ઇંસ્ટા આઈડી પરથી શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં યુવક બોર્ડ લઈને ઉભેલો છે તે તસવીર સાથે જ કેપ્શન પણ લખવામાં આવ્યું હતું. તેણે કેપ્શનમ,આ લખ્યું છે કે- મારી બ્લેક એક્ટિવા MH14BZ6036 શોધવામાં મને મદદ કરો. દશેરાની રાત્રે કોથરૂડમાંથી ચોરી થઈ હતી. કૃપા કરીને મને 9766617464 પર સંપર્ક કરો. અથવા આ આઈડી પર ડીએમ કરો.

ચોરને વિનંતી કરી છે- મમ્મીએ કષ્ટ કરીને લીધી હતી ગાડી

Pune Viral News: આ યુવકે પોતાની પોસ્ટમાં વિનંતી કરતાં લખ્યું છે કે, “મારી ગાડીની ચોરી કરનાર ચોરને નમ્ર વિનંતી છે કે મારી મમ્મીએ ખૂબ જ કષ્ટ કરીને ૧૨મીમાં આ ગાડી લીધી હતી. જે મારી મમ્મીની છેલ્લી યાદગીરી છે.”

યુવકની ભાવુક પોસ્ટ પર અનેક નેટિઝન્સ કરી રહ્યા છે કમેન્ટસ- સાંત્વના આણે સલાહનો વરસાદ 

મિત્રો, રસપ્રદ વાત તો એ છે કે આ યુવકની પોસ્ટ પર અનેક નેટિઝન્સ કમેન્ટનો વરસાદ વરસાવી રહ્યા છે. તેમાંથી મોટેભાગે સૌ આ યુવકને પોલીસ ફરિયાદ કરવા સૂચવે છે. એક જણે લખ્યું છે કે- મારી પણ ગાડી ફેબ્રુઆરીમાં ચોરી થઈ હતી. પોલીસે મને શોધી આપી હતી. તમારી પણ મળશે જ.”

Pune Viral News: એક જણે તો ચોરનો ઉધડો લેતા લખ્યું છે કે – મારા ભાઈ, ચોરને કોઈ જ લાગણી હોતી નથી. તું પોલીસમાં ફરિયાદ કર. જ્યાંથી ચોરાઇ છે ત્યાંના CCTV કેમેરા ફૂટેજની મદદથી તે તમને પાછી મળશે.

offbeat news pune pune news viral videos social media instagram mumbai news mumbai Crime News