બાળવિકાસ અધિકારીએ રજા ન આપતાં કર્મચારીનું બાળક ગર્ભમાં જ મરી ગયું

31 October, 2024 03:14 PM IST  |  Odisha | Gujarati Mid-day Correspondent

કેન્દ્રપાડા જિલ્લાના ડેરાબિશ બ્લૉકમાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં નોકરી કરતી ૨૬ વર્ષની વર્ષા પ્રિયદર્શિનીએ આ માટે બાળ વિકાસ પ્રોજેક્ટ ઑફિસર સ્નેહલતા સાહુ પર આરોપ મૂક્યો છે

પ્રતીકાત્મક તસવીર

ઓડિશામાં મહિલા સરકારી કર્મચારીનું બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું હતું. કેન્દ્રપાડા જિલ્લાના ડેરાબિશ બ્લૉકમાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં નોકરી કરતી ૨૬ વર્ષની વર્ષા પ્રિયદર્શિનીએ આ માટે બાળ વિકાસ પ્રોજેક્ટ ઑફિસર સ્નેહલતા સાહુ પર આરોપ મૂક્યો છે. વર્ષાને ૭ મહિનાનો ગર્ભ હતો અને ૨૫ ઓક્ટોબરે ઑફિસમાં જ તેને પેટમાં દુખાવો શરૂ થયો હતો પણ વર્ષાના કહેવા પ્રમાણે તેણે પ્રોજેક્ટ ઑફિસર સહિતના અધિકારીઓને હૉસ્પિટલ લઈ જવા વિનંતી કરી હતી પણ કોઈએ તેની વાત ધ્યાનમાં ન લીધી અને બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું હતું. વર્ષાએ આ વિશે કલેક્ટરને લેખિત ફરિયાદ કરીને સાહુ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. નાયબ મુખ્ય પ્રધાન પ્રવતી પરિદાએ ઘટનાને ગંભીર ગણાવતાં કેન્દ્રપાડા ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને વિસ્તૃત તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

odisha indian government national news news offbeat news