૫૦૦ રૂપિયા ન મળ્યા એટલે પોસ્ટમૅને પાસપોર્ટ ફાડી નાખ્યો

22 October, 2024 04:39 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

લખનઉમાં પોસ્ટમૅનની આડોડાઈ અને અવળચંડાઈ જોવા મળી છે. સુશીલ નામનો યુવક પાસપોર્ટ લેવા માટે પોસ્ટ-ઑફિસ ગયો ત્યારે પોસ્ટમૅન રવીન્દ્ર ગુપ્તાએ તેને ૫૦૦ રૂપિયા આપો તો જ પાસપોર્ટ મળશે એવું કહ્યું.

લખનઉમાં પોસ્ટમૅનની આડોડાઈ અને અવળચંડાઈ જોવા મળી

લખનઉમાં પોસ્ટમૅનની આડોડાઈ અને અવળચંડાઈ જોવા મળી છે. સુશીલ નામનો યુવક પાસપોર્ટ લેવા માટે પોસ્ટ-ઑફિસ ગયો ત્યારે પોસ્ટમૅન રવીન્દ્ર ગુપ્તાએ તેને ૫૦૦ રૂપિયા આપો તો જ પાસપોર્ટ મળશે એવું કહ્યું. સુશીલે પૈસા આપવાની ના પાડી તો એ જ વાત ધમકીના સ્વરમાં કહેવાઈ. થોડી વાર પછી તેને પોસપોર્ટ આપ્યો હતો, પણ એ બીજાનો હતો અને બારકોડવાળું પાનું પણ ફાટેલું હતું. એ જોઈને સુશીલ સહિતના બીજા લોકો ગુસ્સે થઈ ગયા અને વિડિયો બનાવવા લાગ્યા. કેટલાક લોકોએ ફરિયાદ પણ કરી કે આ પોસ્ટમૅન ઇન્ટરનૅશનલ પાસપોર્ટ આવે તો ૧૦૦ રૂપિયા માગે છે. સુશીલે રવીન્દ્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

lucknow national news news viral videos social media offbeat news