29 December, 2022 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એક ટાયર ન હોવા છતાં કાર ચલાવનારને પોલીસે રોક્યો
ઇંગ્લૅન્ડના ઈસ્ટ મિડલૅન્ડમાં પોલીસ-અધિકારીએ એક જણને રોક્યો, કારણ કે તેની કારમાં એક વ્હીલ જ નહોતું. એક વ્હીલ વગર કાર ચલાવતા આ માણસને કેટલાક લોકોએ જોતાં તેમણે આ વિશે પોલીસને તરત સૂચના આપી હતી. પોલીસ-અધિકારીઓને પણ પહેલાં તો આ વાત સાચી નહોતી લાગી, પરંતુ તેમણે પણ ત્રણ પૈડાં પર કાર ચલાવતા આ માણસને જોયો હતો.
કારને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. ત્રણ પૈડાંની મદદથી તે કાર કેવી રીતે ચલાવી રહ્યો હતો એ જાણીને ખુદ પોલીસને પણ આશ્ચર્ય થયું હતું. કાર-ડ્રાઇવરને રોકીને તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.