બગીચામાં વિચિત્ર દેખાતો વેંતિયો ડ્રગ્સમાંથી બનાવ્યો હતો

26 November, 2024 03:17 PM IST  |  Amsterdam | Gujarati Mid-day Correspondent

નેધરલૅન્ડ્સમાં મેથલિનડીઑક્સી મેથામફેટામાઇન (MDMA) ડ્રગ પર પ્રતિબંધ છે. આમ છતાં ત્યાંના લોકો છાનીછપની રીતે આ પાર્ટી-ડ્રગનો નશો કરે છે

શંકાસ્પદ નશીલા પદાર્થોની વચ્ચે એક વેંતિયાની મૂર્તિ પર પોલીસનું ધ્યાન પડ્યું

નેધરલૅન્ડ્સમાં મેથલિનડીઑક્સી મેથામફેટામાઇન (MDMA) ડ્રગ પર પ્રતિબંધ છે. આમ છતાં ત્યાંના લોકો છાનીછપની રીતે આ પાર્ટી-ડ્રગનો નશો કરે છે. હમણાં જ દક્ષિણ નેધરલૅન્ડ‍્સમાં પોલીસે ડ્રગ પકડવા માટે એક ઘરમાં દરોડો પાડ્યો હતો. ઘરના બગીચામાં તપાસ કરી ત્યારે કેટલાક શંકાસ્પદ નશીલા પદાર્થોની વચ્ચે એક વેંતિયાની મૂર્તિ પર પોલીસનું ધ્યાન પડ્યું હતું. મૂર્તિના ચહેરા પર આશ્ચર્ય જોઈને પોલીસને આશ્ચર્ય ન થયું પણ શંકા ગઈ. એટલે પોલીસે એનું પરીક્ષણ કર્યું તો ખબર પડી કે બે કિલો વજનની વેંતિયાની મૂર્તિ MDMA ડ્રગમાંથી બનાવી હતી.

netherlands international news Crime News world news news offbeat news