ચારધામની યાત્રા કરનારે ખાસ ધ્યાન રાખવું ઉત્તરાખંડમાં બાય રોડ ટ્રાવેલ કરવા માટે કચરાની થેલી સાથે રાખવી પડશે

27 July, 2024 02:35 PM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

સિક્કિમની સરકારે હાલમાં એક નિયમ બનાવ્યો છે.

ચાર ધામ

દેશને સ્વચ્છ અને સાફસૂથરું રાખવા માટે હવે દરેક રાજ્ય ધીમે-ધીમે એ તરફ પ્રયાણ કરી રહ્યું છે. સિક્કિમની સરકારે હાલમાં એક નિયમ બનાવ્યો છે. આ નિયમ અનુસાર તેમના સ્ટેટમાં દાખલ થતી દરેક કારમાં કચરો ફેંકવાની થેલી અથવા તો ડસ્ટબિન હોવું જોઈશે. આવો નિયમ ગોવામાં છે અને હવે ઉત્તરાખંડમાં પણ એ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડમાં હવે ટ્રિપ-કાર્ડ લૉન્ચ કરવામાં આવ્યું છે જે દરેક વ્યક્તિ માટે લેવું જરૂરી હશે. આ ટ્રિપ-કાર્ડ ત્યારે જ મળશે જ્યારે કારનાં પેપર્સ, પૉલ્યુશન અન્ડર કન્ટ્રોલ સર્ટિફિકેટ, ઇન્શ્યૉરન્સ પેપર અને કારમાં કચરો ફેંકવા માટેની વ્યવસ્થા છે કે નહીં એ જોવાશે અને ત્યાર બાદ જ આ ટ્રિપ-કાર્ડ આપવામાં આવશે. ઉત્તરાખંડની સરકારે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને એ માટેની જવાબદારી સોંપી છે. રાજ્યમાં દાખલ થતી કારમાં કચરો રાખવાની વ્યવસ્થા છે કે નહીં એ ચેક કરવાની જવાબદારી તેમના પર છે. ખાસ કરીને ચારધામની યાત્રા દરમ્યાન ખૂબ કચરો થાય છે એથી સરકારે આ રૂટ પર ખાસ તકેદારી રાખવાની સૂચના આપી છે. જો કોઈ વ્યક્તિ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેને દંડ ફટકારવામાં આવશે.

offbeat news uttarakhand char dham yatra religious places india life masala