22 March, 2023 10:39 AM IST | Rome | Gujarati Mid-day Correspondent
ડિઝાઇનરે ૪X૪ના જેટ ફ્લાઇંગ વેહિકલની કલ્પના
ઇટલીના એક ડિઝાઇનરે ૪X૪ના જેટ ફ્લાઇંગ વેહિકલની કલ્પના કરી છે. પિયરપાઓલો લાઝારિનીએ ડિઝાઇન સ્ટુડિયોમાં ઍરકાર બનાવી છે. રોલ્સ રૉયસના જેટ એન્જિનથી સંચાલિત આ ઍરકાર એક નાના પોડ જેવો દેખાવ ધરાવે છે, જે એને આકાશમાં ઊડવા માટે સક્ષમ બનાવે છે. પ્રવાસીઓ રોડ-ટ્રાફિકને ટાળી શકે છે. આ ઍરક્રાફ્ટ ૬ મીટર લંબાઈ ધરાવે છે, જેમાં એક પાઇલટ અને ત્રણ મુસાફરોને લઈ જઈ શકાય છે. કાર્બન ફાઇબરની બૉડી હોવાને કારણે એ અલ્ટ્રાલાઇટ છે. એના જેટ એન્જિનને મુસાફરો કયા રસ્તે જવા માગે છે એના આધારે જુદી-જુદી દિશામાં ફેરવી શકાય છે. જેટ ફ્યુઅલથી ચાલતી આ કારથી ૩૨૦૦ કિલોમીટરની સફર અંદાજે ૭૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરી શકાય છે. હાલમાં તો આ ઍરકાર એક કન્સેપ્ટ છે. ૨૦૨૪થી એ લૉન્ચ કરવાની યોજના છે.