19 May, 2023 01:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોરની વ્યસ્ત સડકો પર રૅપિડો બાઇકની પાછલી સીટ પર સવાર એક યુવતી લૅપટૉપ પર પોતાનું કામ કરી રહી છે
બૅન્ગલોર શહેર એના ઉદ્યમી સંસ્કૃતિ અને ગીચ ટ્રાફિક માટે જાણીતું છે એ સર્વવિદિત છે, પરંતુ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક ફોટો વાઇરલ થયો છે, જેમાં બૅન્ગલોરની વ્યસ્ત સડકો પર રૅપિડો બાઇકની પાછલી સીટ પર સવાર એક યુવતી લૅપટૉપ પર પોતાનું કામ કરી રહી છે. આ ફોટો કોરામંગલા-આગરા-આઉટર રિંગ રોડ પૅચનો છે તથા એને ટ્વિટર પર નિહાર લોહિયા નામના એક ટ્વિટર-યુઝરે પોસ્ટ કર્યો છે. નેટિઝન્સે આ વિડિયો પર પોતાની જુદી-જુદી કમેન્ટ્સ મૂકી છે. થોડા સમય પહેલાં જ એક થીએટરમાં લૅપટૉપ પર કામ કરતા એક વ્યક્તિનો વિડિયો વાઇરલ થયો હતો. એને લઈને પણ સોશ્યલ મીડિયા પર મજેદાર રિએક્શન્સ આવ્યાં હતાં.