બૅન્ગલોરવાસીઓ તો બહુ બિઝી: બોલો, થિયેટરમાં પણ કામ કરે છે

30 March, 2024 02:52 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

ટેક સિટીમાંથી આવો જ એક ફોટો ફરી વાઇરલ થયો છે

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

બૅન્ગલોરમાં ટૂ-વ્હીલર ચલાવતી વખતે, પાછળ બેસતી વખતે કે મૂવી થિયેટરમાં પણ લૅપટૉપ પર કામ કરતા લોકોના ફોટો વાઇરલ થયા છે. ટેક સિટીમાંથી આવો જ એક ફોટો ફરી વાઇરલ થયો છે જેમાં એક માણસ સિનેમાહૉલમાં ચાલુ મૂવીએ લૅપટૉપ પર કામ કરી રહ્યો છે. રિશિકા નામની ઍક્સ-યુઝરે એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં બિગ સ્ક્રીન પર ‘કુંગ ફુ પાન્ડા ૪’ મૂવી ચાલી રહી છે અને એક ભાઈ આખી મૂવી દરમ્યાન લૅપટૉપ સ્ક્રીનમાં ડૂબેલા છે. આ યુઝરે કટાક્ષ કર્યો હતો કે બૅન્ગલોર ઇઝ બૅન્ગલોરિંગ! આ ફોટો વાઇરલ થયા બાદ લોકો વર્ક-લાઇફ બૅલૅન્સ વિશે ચર્ચા કરવા માંડ્યા હતા. એક વ્યક્તિએ રમૂજ કરી હતી કે આ ભાઈએ વર્ક ફ્રૉમ હોમ લીધું હશે, પણ મૂવીના ટાઇમ સુધી કામ પૂરું નહીં થયું હોય. થિયેટરમાં કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બન્સ પર પ્રતિબંધ હોવો જોઈએ. તો બાકીના યુઝર્સે લખ્યું છે કે બ્રાઇટનેસ તો ઓછી કરી લ્યો અંકલ! 

offbeat news national news india