11 February, 2023 10:59 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં @emoboisofindia યુઝરે રાજા બેકરી નામની એક બેકરીની એક ઇમેજ શૅર કરી છે
વૅલેન્ટાઇન્સ ડે માત્ર લવર્સ માટે જ નહીં, પરંતુ ટ્રેડર્સ માટે પણ ખાસ છે. વૅલેન્ટાઇન્સ ડે હવે એટલી કમર્શિયલ ઇવેન્ટ બની ગયો છે કે વેપારીઓ લોકોને આકર્ષવા માટે દરેક કોશિશ કરે છે. એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં @emoboisofindia યુઝરે રાજા બેકરી નામની એક બેકરીની એક ઇમેજ શૅર કરી છે, જેમાં વૅલેન્ટાઇન્સ ડે માટે સ્પેશ્યલ મેનુ જોવા મળે છે. આ બેકરીમાં આજના સમયમાં રિલેશનશિપ કે નૉન-રિલેશનશિપના લગભગ દરેક પ્રકાર માટે સ્પેશ્યલ કેક છે. આ બેકરી ગર્લફ્રેન્ડ કેક, મેરા બાબુ કેક, પહલા પ્યાર કેક, એક તરફા પ્યાર કેક, પ્યાર મેં ધોખા કેક, હરામી દોસ્ત કેક, સિંગલ કે લિએ કેક અને બૉયફ્રેન્ડ કેક ઑફર કરી રહી છે, જેમાં પહલા પ્યાર કેક અને બૉયફ્રેન્ડ કેક સૌથી મોંઘી છે.