બૉયફ્રેન્ડ હોય તો જ વૅલેન્ટાઇન્સ ડેએ મળશે એન્ટ્રી, કૉલેજનો ​વિચિત્ર સર્ક્યુલર?

25 January, 2023 12:26 PM IST  |  Jagatsinghpur | Gujarati Mid-day Correspondent

ઓડિશામાં આવેલી આ કૉલેજે તમામ વિદ્યાર્થિનીને જણાવ્યું છે કે વૅલેન્ટાઇન્સ ડેના દિવસે દરેકનો એક બૉયફ્રેન્ડ હોવો જરૂરી છે

કૉલેજનો ​વિચિત્ર સર્ક્યુલર

દેશની એક કૉલેજ પોતાના વિચિત્ર સર્ક્યુલરને કારણે ચર્ચામાં છે. કૉલેજ દ્વારા આપવામાં આવેલી નોટિસે બધાને આશ્ચર્ય સહિત મૂંઝવણમાં મૂકી દીધા છે. ઓડિશામાં આવેલી આ કૉલેજે તમામ વિદ્યાર્થિનીને જણાવ્યું છે કે વૅલેન્ટાઇન્સ ડેના દિવસે દરેકનો એક બૉયફ્રેન્ડ હોવો જરૂરી છે. થોડા સમયમાં જ આ સર્ક્યુલર વાઇરલ થયો છે અને ત્યાર બાદ ખબર પડી કે આ બોગસ છે. 

આ જગતસિંહપુરમાં આવેલી એક પ્રાઇવેટ કૉલેજ છે, જેણે નોટિસમાં જણાવ્યું હતું કે વૅલેન્ટાઇન્સ ડે પહેલાં દરેક યુવતીએ એક બૉયફ્રેન્ડ બનાવી લેવો જોઈએ. જે યુવતીનો બૉયફ્રેન્ડ હશે તેને જ વૅલેન્ટાઇન્સ ડેના દિવસે કૉલેજમાં પ્રવેશ મળશે. વળી યુવતીઓએ પોતાના સંબંધો પુરવાર કરતો એક નવો ફોટો પણ પુરાવા તરીકે મૂકવો પડશે.

આ પણ વાંચો : ૭૬ વર્ષ અગાઉની પાકિસ્તાનથી ભારત આવવાની રેલવેની ટિકિટ થઈ વાઇરલ

સર્ક્યુલરમાં સ્કૂલના પ્રિન્સિપલની સહી પણ હતી. લોકોને ખબર પડી ગઈ હતી કે એ સર્ક્યુલર બોગસ હતો, છતાં સ્ટુડન્ટ્સ અને અન્ય લોકો એને શૅર કરી રહ્યા હતા અને કમેન્ટ્સ પણ આપી રહ્યા હતા. રશ્મિતા બેહરા નામની એક યુવતીએ કહ્યું કે આ સર્ક્યુલર બોગસ હતો, જે અમારા કૉલેજની બદનામી કરી રહ્યો છે. અમારા પ્રિન્સિપાલ સજ્જન માણસ છે. તેઓ આવું કદી કરે નહીં. અન્ય એક સ્ટુડન્ટે કહ્યું કે બોગસ સર્ક્યુલરમાં કૉલેજનો કૉન્ટૅક્ટ-નંબર નહોતો અને નામ પણ સરખી રીતે લખાયાં નહોતાં.’ 

offbeat news viral videos odisha national news valentines day