Zomato પાસે 14 વખત માગી ભાંગની ગોળીઓ, દિલ્હી પોલીસે આપ્યો જવાબ!

07 March, 2023 03:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઝોમેટોએ એક રડતું ઇમોજી શેર કરીને ટ્વિટ કર્યું છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

હોળી (Holi 2023)નો અવસર રંગો અને ભાંગના ઉલ્લેખ વગર અધૂરો છે, પરંતુ જો લોકો ફૂડ ડિલિવરી કંપનીઝ પાસેથી ભાંગ માગે ત્યારે ચોક્કસ સ્થિતિ વણસી જાય છે. આવું જ કંઈક ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Zomato સાથે થયું છે. ઝોમેટોએ એક રડતું ઇમોજી શેર કરીને ટ્વિટ કર્યું છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. રસપ્રદ વાત એ છે કે દિલ્હી પોલીસે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

Zomatoએ ટ્વિટમાં લખ્યું છે કે, “કોઈ મહેરબાની કરીને ગુરુગ્રામમાં રહેતા શુભમને કહો કે અમે ભાંગની ગોળીઓ પહોંચાડતા નથી. તેણે અમને 14 વખત પૂછ્યું છે.” આ ટ્વીટને રીટ્વીટ કરતાં દિલ્હી પોલીસે કહ્યું, “કોઈ શુભમને મળે છે... તો તેને કહો કે જો તે ભાંગ ખાયને વાહન ન ચલાવે.” Zomato અને દિલ્હી પોલીસના આ ટ્વીટ પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. Zomatoની ટ્વીટને અત્યાર સુધીમાં કેટલાય લોકોએ લાઈક કરી છે, જ્યારે અનેક લોકોએ તેના પર કૉમેન્ટ પણ કરી છે.

લોકો શું કહે છે?

BG નામના યુઝરે કહ્યું કે, “શુભમ માટે લસ્સી મોકલો, તે ભાંગ જેવી અસર કરતી નથી, પરંતુ આ ઉનાળામાં આત્મા ચોક્કસપણે સંતુષ્ટ કરશે.” કુડોસ નામના યુઝરે કહ્યું કે, “આજે વેચો, તમે આ દિવસ દરમિયાન કેવી રીતે ના પાડી શકો. આજે ભાંગની કિંમત બિરયાની કરતાં વધુ છે. તેને અંગત રીતે મોકલો.” યુઝર પુનીત કહે છે કે, “કૃપા કરીને શુભમને મેસેજ કરો કે જો મળી જાય તો અમારા માટે પણ 2-3 લઈ લે.” પ્રિયંકા નામની યુઝરે ટ્વીટ લખ્યું કે, “તેણે ભાંગ પીધા પછી આ સવાલ પૂછ્યો હશે.”

બીજી તરફ, દિલ્હી પોલીસના જવાબ પર વિશ્વનાથ નામના યુઝરે કહ્યું, “તમામ અધિકારીઓને કહો કે નશા માટે વેચવામાં આવતી કોઈપણ વસ્તુ ખતરનાક છે અને તે ગેરકાયદેસર અથવા પ્રતિબંધિત હોવી જોઈએ. પોલીસ, જનતા અને અધિકારીઓ માટે નિવારણ વધુ સારું છે.”

આ પણ વાંચો: આ બાઇક છે કે સુપરકાર?

વિજય નામના યુઝરે કહ્યું, “શુભમ સાંભળશે બધાનું, પણ જો ભાંગ મળી જશે તો કરશે પોતાના મનનું.”

offbeat news zomato delhi police