નાની-નાની વાતમાં ગુસ્સે થઈ જનારાઓને ઇન્ફેક્શન થવાની સંભાવના વધારે હોય

01 March, 2024 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અતિશય ક્રોધથી તમતમી ઊઠે છે તેમને એક કલાકની અંદર હાર્ટ-અટૅક આવવાનું જોખમ ઘણું વધારે હોય છે.

પ્રતીકાત્મક તસવીર

સ્વભાવને અને શરીરની રોગપ્રતિકારક શક્તિને સંબંધ છે એ વાત પહેલી નજરે માનવામાં અઘરી છે, પણ અભ્યાસુઓનું કહેવું છે કે એનાથી રોગપ્રતિકારક શક્તિ પર સીધી અસર પડે છે.  
શું કોઈકની એકાદ અણગમતી વાતે તમારો પિત્તો ઊછળી જાય છે? કંઈ વાત ન હોય છતાં ગુસ્સો માથે સર થઈ જાય છે? હાઇવે પર કોઈ ખોટી રીતે તમને ઓવરટેક કરીને આગળ જાય ત્યારે જબ્બર ક્રોધથી તમારું લોહી ઊકળી ઊઠે છે? આ તો કેટલાંક ઉદાહરણ છે; પણ કારણ સાથે કે વગર કારણે વારંવાર ગુસ્સો, ક્રોધ આવી જવાનો સ્વભાવ હોય તો ચેતજો. એનાથી હાર્ટ-અટૅક અને હાર્ટ ડિસીઝનું જોખમ વધે છે એવું તો ઘણાં વર્ષ પહેલાંથી કહેવાતું આવ્યું છે. 

હવે રિસર્ચરોનું કહેવું છે કે વારંવારના ગુસ્સાથી શરીરમાં ઇન્ફેક્શન થવાના ચાન્સિસ પણ વધી જાય છે. ક્રોધી સ્વભાવ ધરાવતા લોકોને ઇન્ફેક્શન થયેલું હોય એ ક્યૉર થવામાં પણ વાર લાગે છે. ગુસ્સો આવવો એ કુદરતી અને જરૂરી સર્વાઇવલ વૃત્તિનો જ ભાગ છે જે આપણને તરત સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઉશ્કેરે છે. કૅનેડાના રિસર્ચરોએ કરેલા એક અભ્યાસમાં નોંધાયું છે કે જે લોકો વારંવાર અપસેટ થઈ જાય છે કે અતિશય ક્રોધથી તમતમી ઊઠે છે તેમને એક કલાકની અંદર હાર્ટ-અટૅક આવવાનું જોખમ ઘણું વધારે હોય છે. આવું થવાનું કારણ કદાચ આત્યંતિક લાગણીઓ હોય છે જેનાથી ભારે કસરત કરવાથી થતા બ્લડ-પ્રેશર કે હાર્ટ-રેટના વધારા જેવાં જ લક્ષણો પેદા થાય છે. 

કૅનેડાની મૅક્મૅસ્ટર યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે જે લોકોને વારંવાર યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન, કાન-આંખમાં ઇન્ફેક્શન થાય છે કે શરદી રહ્યા કરે છે તેઓ સ્વભાવને સુધારે તો ઇમોશનલ રીઍક્શનને કારણે બદલાતી શરીરની સ્થિતિમાં બદલાવ આવી 
શકે છે.

offbeat videos offbeat news health tips