... અને આ કિસ્સામાં, બિલાડીનું બચ્ચું સમજ્યાં, પણ જંગલી પ્રાણી નીકળ્યું

05 March, 2023 09:44 AM IST  |  Argentina | Gujarati Mid-day Correspondent

વાસ્તવમાં આર્જેન્ટિનાની ફ્લોરેન્સિયા લોબો અને તેના ભાઈને આ બિલાડીનું બચ્ચું એક મૃત બિલાડી તથા એક પુખ્ત વયની બિલાડી પાસે બીમાર હાલતમાં મળ્યું હતું

... અને આ કિસ્સામાં, બિલાડીનું બચ્ચું સમજ્યાં, પણ જંગલી પ્રાણી નીકળ્યું

એક મહિલાએ એક બિલાડી તથા મૃત પુખ્ત બિલાડી પાસેથી મળી આવેલા બચ્ચાને મહિનાઓ સુધી ઉછેર્યું હતું, પરંતુ ચેકઅપ માટે પ્રાણીઓના ડૉક્ટર પાસે લઈ ગયાં ત્યારે જાણ થઈ કે તે બિલાડી નથી, પણ દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકાના દક્ષિણ ભાગમાં જોવા મળતું પુમા જગુઆરોન્ડી નામનું જંગલી પ્રાણી છે.

વાસ્તવમાં આર્જેન્ટિનાની ફ્લોરેન્સિયા લોબો અને તેના ભાઈને આ બિલાડીનું બચ્ચું એક મૃત બિલાડી તથા એક પુખ્ત વયની બિલાડી પાસે બીમાર હાલતમાં મળ્યું હતું. તેઓ પુખ્ત વયની બિલાડી અને એના બચ્ચાને ઘરે લઈ આવ્યા હતા. પુખ્ત વયની બિલાડીનું તો થોડા સમયમાં મૃત્યુ થયું હતું, પરંતુ આ બચ્ચાને ઘરમાં લાવીને તેમણે સ્વસ્થ કર્યું હતું.

પ્રાણીઓના ડૉક્ટર પાસે જનરલ ચેકઅપ માટે લઈ ગયાં ત્યાં સુધી લોબો અને તેના ભાઈનું માનવું હતું કે બચ્ચાને જન્મ આપીને એની મા છોડી ગઈ છે. ટીટો નામના બચ્ચાને પછી લોબો તેના કુદરતી વાતાવરણમાં ઊછરી શકે એ માટે નેચર રિઝર્વમાં છોડી આવી છે. 

offbeat news argentina south america