11 March, 2023 10:18 AM IST | London | Gujarati Mid-day Correspondent
ડ્રિન્કર્સ કહે છે કે ટેઢા હૈ, પર હમારા હૈ
બ્રિટનનું એક વિચિત્ર પબ અત્યારે ખૂબ ચર્ચામાં છે, કેમ કે એ વેચાવા મુકાયું છે. વેસ્ટ મિડલૅન્ડ્સમાં હિમલેમાં ધ ક્રૂક્ડ હાઉસ પબમાં દુનિયાભરમાંથી લોકો આવે છે એનું કારણ એનું વિચિત્ર સ્ટ્રક્ચર છે.
એ વિઝિટર્સનું ફેવરિટ એટલા માટે છે કે આ બિલ્ડિંગ ડાબી બાજુ નમેલું છે, એટલું જ નહીં, એના દરવાજા અને બારી પણ નમેલાં અને ટેઢાંમેઢાં છે. આ પબની એક બાજુ બીજી બાજુ કરતાં એક મીટર નીચી છે. એટલું જ નહીં, પબ અંદરથી પણ વાંકુંચૂંકું છે. પબ સંપૂર્ણપણે ટેઢુંમેઢું છે.
જોકે પબનું ભવિષ્ય અનિશ્ચિત છે. ડ્રિન્કર્સને એ વાતનો ડર રહે છે કે એ પબ હંમેશ માટે બંધ થઈ જશે. ૧૭૬૫માં ફાર્મહાઉસ તરીકે સૌપ્રથમ આ સ્ટ્રક્ચર બાંધવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોને એ વાતની ચિંતા છે કે જો કોઈ બાયર નહીં મળે તો આ પૉપ્યુલર પબ બંધ થઈ જશે.
એક સ્થાનિક રહેવાસી ૬૪ વર્ષના ડેરિક મૅકકોનેલ કહે છે કે હું આ પબમાં છેલ્લાં ૨૦ વર્ષ કરતાં વધારે સમયથી ડ્રિન્ક કરું છું. આના જેવી બીજી કોઈ જગ્યા નથી.