19 January, 2025 02:28 PM IST | Patna | Gujarati Mid-day Correspondent
પટનામાં યોજાઈ દહીં ખાઓ પ્રતિયોગિતા
૨૦૧૬થી પટનામાં દર વર્ષે દહીં ખાવાની સ્પર્ધા યોજાય છે. દહીં ખાઓ અને ઇનામ મેળવો એવા નારા હેઠળ યોજાતી આ સ્પર્ધામાં જેહાનાબાદના પ્રણય શંકર કાંત નામના ૬૫ વર્ષના ભાઈનો જોટો જડે એમ નથી. ૨૦૧૬થી દર વર્ષે તેઓ જ જીતી રહ્યા છે. તેઓ દર વર્ષે વધુ ને વધુ દહીં ઝાપટે છે. જોકે આ વખતે તેઓ પોતાનો રેકૉર્ડ તોડી નથી શક્યા. અલબત્ત, તેમણે જેટલા કિલો દહીં ઝાપટ્યું એનાથી તેમણે દહીંસમ્રાટનું બિરુદ તો જાળવી જ રાખ્યું છે. આ વખતે કાકા ત્રણ મિનિટમાં ૩ કિલો ૩૭૫ ગ્રામ દહીં ખાઈ ગયા. અલબત્ત, તેમના નામે ૩ મિનિટમાં ૪ કિલો ૩૪૩ ગ્રામ દહીં ખાવાનો રેકૉર્ડ છે.