10 November, 2024 05:40 PM IST | China | Gujarati Mid-day Correspondent
હૉસ્પિટલમાંથી સ્ટ્રેચર પર તેને બૅન્કમાં લાવવો પડ્યો હતો.
ચીનના શેડોંગ પ્રાંતમાં રહેતો એક માણસ ગંભીર બીમાર હતો અને હૉસ્પિટલમાં તેની સારવાર ચાલતી હતી. તબિયત ખરાબ હતી એટલે એ માણસના જ બૅન્ક-ખાતામાંથી પૈસા ઉપાડવાના હતા અને એ માટે બૅન્કમાં એ માણસની આઇડેન્ટિટી પ્રોસેસ કરવાની હતી. તેના પરિવારે બૅન્કમાં રજૂઆત કરી કે તે અતિશય બીમાર છે અને હૉસ્પિટલમાં છે. હૉસ્પિટલનાં કેસપેપર્સ પણ બતાવ્યાં છતાં બૅન્કનો મૅનેજર ટસનો મસ ન થયો. એ માણસને બૅન્કમાં લાવવો જ પડશે એવી એક જ જીદ પકડી રાખી હતી. એ માણસ પોતાની મેળે ચાલી શકે એમ નથી એવું કહ્યું તો પણ મૅનેજરે જડ વલણ ન છોડ્યું. હૉસ્પિટલની ઍમ્બ્યુલન્સ માત્ર દરદીઓને લાવવા-લઈ જવા માટે જ વપરાતી હતી અને આ પરિવારને પ્રાઇવેટ ઍમ્બ્યુલન્સનો ખર્ચ પરવડે એમ નહોતો. એટલે હૉસ્પિટલમાંથી સ્ટ્રેચર જ તેને બૅન્કમાં લાવવો પડ્યો હતો.