29 November, 2023 11:05 AM IST | America | Gujarati Mid-day Correspondent
પાથ ફાઇંડર 1
બોઇંગ ૭૪૭ની ઍરશિપ કરતાં ડબલ સાઇઝ ધરાવતા ૪૦૦ ફુટના વિશ્વના સૌથી મોટા ઍરક્રાફ્ટને ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને એ બનાવનાર કંપની આનાથી પણ મોટું ઍરક્રાફ્ટ બનાવી રહી છે. ટૂંક સમયમાં જ આ ઍરક્રાફ્ટની ટેસ્ટ ફ્લાઇટ શરૂ થશે અને પછી તરત એનો ઉપયોગ શરૂ થશે.ગૂગલના સહ-સંસ્થાપક સરગી બ્રિને પાથફાઇન્ડર-વન નામનું આ ઍરક્રાફ્ટ બનાવડાવ્યું છે અને આ ઍરક્રાફ્ટનો ઉપયોગ તેઓ એક કાર્ગો વાહન તરીકે કરવા માગે છે. બ્રિનની કંપનીએ આ ઍરક્રાફ્ટ બનાવ્યું છે. કંપની ૨૦૧૬થી આ ઍરક્રાફ્ટ બનાવી રહી હતી.કંપનીની વેબસાઇટ પર મૂકવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ ઍરક્રાફ્ટની વિશેષતા એનાં મજબૂત વ્હીલ્સ છે, જે માનવતાવાદી કાર્યોની મદદ માટે પાણી તથા હેવી મશીનરી એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવામાં વધુ ઉપયોગી નીવડશે. આમ માનવતાનાં સદ્કાર્યો માટે આ ઍરક્રાફ્ટ વિશેષ ઉપયોગી નીવડશે.પાથફાઇન્ડર નંબર-વન આકાશમાં ઊડનારું સૌથી મોટું ઍરક્રાફ્ટ હશે. આ અગાઉ ૧૯૩૭માં અત્યાર સુધીનું સૌથી મોટું ગણાતું હિન્ડનબર્ગ ઍરક્રાફ્ટ આકાશમાં ઊડ્યું હતું, પરંતુ અકસ્માત થતાં એ ભડકે બળી ગયું હતું.હિન્ડનબર્ગ ટ્રૅજેડીને પગલે આ ઍરક્રાફ્ટમાં હાઇડ્રોજનને બદલે હેલિયમ નામનું નૉન-ઇન્ફ્લેમેબલ બળતણ વાપરવામાં આવશે.અબજોપતિ બ્રિનના આ ઍરક્રાફ્ટને એક સમયે ‘ઍર યૉટ’નું નામ આપવામાં આવ્યું હતું, કારણ કે બ્રિન પાસે અનેક લક્ઝરી યૉટનો કાફલો છે.