ગર્ભવતી મહિલાને પેટમાં 315 ગોળી વાગી છતાં બાળક બચી ગયું

31 July, 2019 09:16 PM IST  |  મુંબઈ ડેસ્ક

ગર્ભવતી મહિલાને પેટમાં 315 ગોળી વાગી છતાં બાળક બચી ગયું

મહિલાને લાગી ગોળી.

બિહારમાં હત્યાના પ્રયત્નનો એક એવો મામલો સામે આવ્યો છે જેમાં ઘાયલ યુવતીને પોતાને જ ખબર ન હતી કે તેને પેટમાં ગોળી વાગી છે. મહત્વનીએ વાત છે કે આ મહિલા ગર્ભવતી હતી અને પેટમાં ગોળી વાગવા છતાં બાળક સુરક્ષિત રહ્યું.

હત્યાના પ્રયત્નનો આ મામલો થોડો હટકે છે. ગોલીથી ઘાયલ યુવતીને ખબર જ નથી કે તેને ક્યારે અને કેવી રીતે ગોળી લાગી. યુવતીના ગર્ભમાં રહેલ બાળક પણ બચી ગયું છે. પરિવારજનોએ ગોળીને ઝખમને સાધારણ ઘા સમજીને તેના પર પટ્ટી કરી નાખી. પછીથી જ્યારે પ્રસવ દરમિયાન ડૉક્ટર્સે પેટમાંથી ગોળી કાઢી તો બધાંના શ્વાસ અટકી ગયા. આ ઘટનાની માહિતી મળ્યા બાદ બધાં કહે છે કે જેને રામ રાખે તેને કોણ ભાખે.

પ્રસવ માટે હૉસ્પિટલમાં લઈ ગયા પરિવારના સભ્યો
આગલા દિવસે ગર્ભવતી મહિલા રૂપા કુમારીના પેટમાંથી લોહી નીકળતું જોઈ પરિવારના સભ્યોએ તેને સામાન્ય ઘા ધાર્યું તથા તેના પર પટ્ટી કરીને છોડી દીધું. ઘરવાળાઓએ તેને પ્રસવની પીડા સમજી અને તરત હૉસ્પિટલ લઈ ગયા. ત્યાં ઑપરેશનથી પ્રસવ દરમિયાન યુવતીના પેટમાંથી ગોળી મળી તો ડૉક્ટર્સ અવાક થઈ ગયા. તેના પેટમાંથી 315 બોરની ગોળી મળી.

યુવતીને ખ્યાલ જ ન હતો કે ક્યારે ગોળી લાગી
યુવતીના પિતા બ્રહ્મનાથ પાસવાને કહ્યું કે જ્યારે દીકરી ઘરમાં હતી, ત્યાર એક અવાજ થયો, પણ તેમને આ વાતનો સહેજ પણ અંદાજ ન હતો કે તેને ગોળી લાગી છે. આ વાત જ્યારે યુવતીને પૂછવામાં આવી ત્યારે તેણે ગોળી લાગવાની બાબત અંગે ના પાડી દીધી.

આ પણ વાંચો : Karishma Tanna: 'સંજુ' ફિલ્મની આ એક્ટ્રેસ છે આટલી ગોર્જિયસ, જુઓ ફોટોઝ

ડૉક્ટર્સે કહ્યું: માતા-બાળકનું બચવું ચમત્કાર
યુવતીને ગોળી ક્યારે, કેમ અને કોણે મારી, તેની તપાસમાં પોલીસ લાગી ગઈ છે. હવે પોલીસ અનુસંધાનમાં જે પણ ખબર પડે, હાલ ઘટનાને લઇને ચર્ચાઓનો માહોલ ગરમ છે. ડૉક્ટર્સ પ્રમાણે પેટમાં ગોળી લાગવા છતાં માતા અને બાળકને કોઈ નુકસાન ન થવું ભગવાનો કોઈ ચમત્કાર જ છે.

national news offbeat news