06 November, 2024 05:07 PM IST | Gujarat | Gujarati Mid-day Correspondent
ભીડથી ભરેલી એક ટ્રેનમાં એક માણસે પોતે સૂઈ શકે એ માટે બે બર્થ સાથે દોરડું બાંધી દીધું
દિવાળી અને છઠપૂજાની ઉજવણી કરવા વતન જવા માટે ગુજરાતમાંથી અસંખ્ય લોકોને ટ્રેનોમાં ખીચોખીચ ભરાઈને જવું પડ્યું હતું. ટ્રેનના ટૉઇલેટમાં પણ ૬-૬ લોકો ઠાંસોઠાંસ ભરાયા હતા. આ તો તહેવારોની વાત છે, પણ આમેય ટ્રેનમાં મોટા ભાગે જગ્યાની સમસ્યા હોય છે, પણ ઊભા રહેવાનીય જગ્યા ન હોય ત્યાં આરામથી સૂવાની વ્યવસ્થા કરનારા મુસાફરો હોય છે. ભીડથી ભરેલી એક ટ્રેનમાં એક માણસે પોતે સૂઈ શકે એ માટે બે બર્થ સાથે દોરડું બાંધી દીધું હતું. આ મુસાફરનો વિડિયો સોશ્યલ મીડિયામાં બહુ વાઇરલ થયો છે.