પૅરાગ્લાઇડિંગ વખતે હવામાં રહીને માણ્યો સ્નૅક્સનો આનંદ

28 September, 2023 09:10 AM IST  |  Michigan | Gujarati Mid-day Correspondent

તે તેના નાસ્તામાં કેળું કાપીને એના ટુકડા ઉમેરવાનું પણ મૅનેજ કરે છે

૧૨ સપ્ટેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો ત્યારથી આ વિડિયોને ૩.૨૦ કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે

પૅરાગ્લાઇડિંગને રોમાંચક સ્પોર્ટ ગણવામાં આવે છે, જે ઘણી વાર આકર્ષક હવાઈ દૃશ્યોથી લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. જોકે સ્કાય-ડાઇવર અને ઍડ્વેન્ચર સ્પોર્ટ‍્સના ઉત્સાહી ઓસ્માર ઓચોઆએ તાજેતરના વિડિયોમાં આ રિસ્કી સ્પોર્ટ‍્સમાં કંઈક અલગ જ અખતરો કર્યો છે. વિડિયોમાં ઓસ્માર ઓચોઆ જમીનથી સેંકડો ફુટ ઊંચે ઊડતી વખતે નાસ્તાનો બાઉલ તૈયાર કરતો જોવા મળે છે. તે પોતાને આટલી રિસ્કી પરિસ્થિતિમાં પણ સહજ રીતે વર્તે એ ધ્યાન માગી લે છે. તે તેની બૅગમાંથી એક બાઉલ, ઓટ્સનું પૅકેટ અને દૂધની બૉટલ કાઢે છે. તે તેના નાસ્તામાં કેળું કાપીને એના ટુકડા ઉમેરવાનું પણ મૅનેજ કરે છે. જોકે એ દરમ્યાન એક ટુકડો નીચે પડી જાય છે. ખરેખર ઓચોઆ જમીન પર સુરક્ષિત રીતે પાછો ઊતરતાં પહેલાં તેના મિડ-ફ્લાઇટ બ્રેકફાસ્ટનો સ્વાદ માણે છે. ૧૨ સપ્ટેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો ત્યારથી આ વિડિયોને ૩.૨૦ કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. કમેન્ટ્સ વિભાગ પણ રમૂજી ટિપ્પણીઓથી ભરેલો છે. કોઈ સાહસિક દ્વારા હવામાં નાસ્તાનો આનંદ માણવાનો આ પહેલો કિસ્સો નથી. ગયા વર્ષે પણ મેકેના નાઇપ નામની વ્યક્તિએ સ્કાય-ડાઇવિંગ કરતી વખતે પીત્ઝાનો આનંદ માણતો એક વિડિયો શૅર કર્યો હતો. આ સ્ટન્ટ જૅક્સન મિશિગન યુએસએમાં એક સ્થાનિક રેસ્ટોરાં નેપોલિયન કૅફે માટે જાહેરાતનો એક ભાગ હતો. 

michigan united states of america offbeat news international news world news viral videos