05 July, 2024 01:48 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
ચીનમાં પાણીપૂરીની અંદર આલૂ-ચણા નહીં, બામ માછલીનું પૂરણ પણ ભરે છે
અજીબોગરીબ પ્રાણીઓને ખાવાની બાબતમાં ચીનીઓ મોખરે છે. જોકે આ ચીનીઓએ આપણી ફેવરિટ પાણીપૂરી સાથે જે ચેડાં કર્યાં છે એ કમકમાટી લાવી દે એવાં છે. સોશ્યલ મીડિયા પર મેગ કોહ નામની એક મહિલાએ પોતાનો પાણીપૂરી ખાતો વિડિયો પોસ્ટ કર્યો છે. એમાં તે ગોલગપ્પાની અંદર ટમેટાંથી લપેટેલી મોટી બામ માછલી ભરીને કાચી જ ખાઈ જાય છે. ૬૬ લાખ લોકો આ વિડિયો જોઈ ચૂક્યા છે.