મરઘીને પોપટ તરીકે વેચવા માટે મૂકી

17 May, 2023 12:41 PM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

કરાચીમાં એક પાકિસ્તાની વ્યક્તિએ મરઘીને લીલા રંગથી રંગ્યા પછી એને પોપટ તરીકે ૬૫૦૦ રૂપિયામાં વેચવા મૂકી છે.

મરઘીને પોપટ તરીકે વેચવા માટે મૂકી

દુનિયાભરમાં વિચિત્ર જુગાડ જોવા મળે છે. આવા જ એક જુગાડ વિશેની એક પોસ્ટ વાઇરલ થઈ છે. વાસ્તવમાં ઇન્સ્ટાગ્રામ પેજ divamagazinepakistan પર લીલા રંગની મરઘીનો એક ફોટોગ્રાફ શૅર કરીને દાવો કરવામાં આવ્યો છે કે કરાચીમાં એક પાકિસ્તાની વ્યક્તિએ મરઘીને લીલા રંગથી રંગ્યા પછી એને પોપટ તરીકે ૬૫૦૦ રૂપિયામાં વેચવા મૂકી છે.

offbeat news pakistan