પાકિસ્તાની યુટ્યુબરે ક્રેનથી હવામાં લટકીને જન્મદિવસ ઊજવ્યો

25 September, 2024 12:52 PM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

રાબિકાએ આ દિવસે કેસરી ડ્રેસ પહેરીને ક્રેન પર હવામાં લટકીને ફોટોશૂટ કરાવ્યું હતું. તેણે ડ્રેસને મૅચ થાય એવા કેસરી રંગના ફુગ્ગા પણ સાથે રાખ્યા હતા

રાબિકા ખાન

પાકિસ્તાનની ઇન્ફ્લુઅન્સર રાબિકા ખાને ૨૦મો જન્મદિવસ વિશિષ્ટ રીતે ઊજવ્યો હતો. રાબિકાએ આ દિવસે કેસરી ડ્રેસ પહેરીને ક્રેન પર હવામાં લટકીને ફોટોશૂટ કરાવ્યું હતું. તેણે ડ્રેસને મૅચ થાય એવા કેસરી રંગના ફુગ્ગા પણ સાથે રાખ્યા હતા. રાબિકાએ વિડિયો અને ફોટો તો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા જ છે પણ હવે બીટીએસ એટલે કે બિહાઇન્ડ ધ સીનનો વિડિયો પણ અપલોડ કરીને બતાવ્યું છે કે તેણે કઈ રીતે આ વિડિયો અને ફોટો શૂટ કર્યા હતા.

pakistan youtube offbeat news social media instagram photos