પાકિસ્તાનીએ ૬૫ વર્ષે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો

27 November, 2023 08:05 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

તેમણે સરકારી પ્રાઇમરી શાળા ખોંગસાઈમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં પ્રવેશ મેળવતાં ચર્ચાનો વિષય બન્યા છે

દિલાવર ખાન

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના દીર ઉપરના રહેવાસી દિલાવર ખાન હાલ તેમની અદ્ભુત શૈ​ક્ષણિક સફર પર છે. તેમણે સરકારી પ્રાઇમરી શાળા ખોંગસાઈમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં પ્રવેશ મેળવતાં ચર્ચાનો વિષય બન્યા છે. દિલાવર ખાનની સ્ટોરી ફક્ત વ્યક્તિગત સિદ્ધિ નથી પણ લોકો માટે પ્રેરણા પણ છે, જેઓ વિચારે છે કે ભણતરમાં ઉંમર અડચણ બની શકે છે. ગરીબ પરિવારમાં જન્મેલા દિલાવર ખાનને પોતાના ભણતરથી વધુ પરિવારની જવાબદારીને પ્રાથમિકતા આપવી પડી હતી. એથી હવે તેમણે લોકો રિટાયરમેન્ટ લેતા હોય એ ઉંમરમાં ક્લાસરૂમમાં બેસીને પોતાની વાર્તા ફરી લખવાનો પડકાર લીધો છે. સરકારી પ્રાઇમરી શાળા ખોંગસાઈએ દિલાવર ખાનને ખુલ્લા મને આવકાર્યા હતા જેથી તેઓ ફરી પોતાનું જીવન નવેસરથી લખી શકે. શાળાનું તંત્ર પણ તેમને આ અદ્ભુત સફર માટે મદદ કરી રહ્યું છે. 

pakistan offbeat news international news