09 November, 2024 05:06 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
માતાનો પ્રેમ જગતનો સૌથી નિર્મળ અને નિર્દોષ પ્રેમ કહેવાય છે. મા વિનાનાં બાળકો કેવાં ટળવળતાં હોય છે એનો હૃદયસ્પર્શી કિસ્સો મધ્ય પ્રદેશના બાંધવગઢ ટાઇગર રિઝર્વમાં બન્યો છે. ગયા અઠવાડિયે ફૂગવાળો બાજરો ખાવાથી ૧૦ હાથીનાં મૃત્યુ થયાં હતાં. ટાઇગર રિઝર્વમાં એક હાથણીનું બે વર્ષનું બચ્ચું હતું. એ બચ્ચું મમ્મીને શોધવા ટાઇગર રિઝર્વથી દૂર નીકળી ગયું હતું. એ જુદા-જુદા ગામમાં ફરતુંફરતું ચંદિયા રેન્જમાં પહોંચ્યું હતું. એ પછી ટ્રૅકરે તપાસ કરી તો એ મદનિયું રિઝર્વથી ૭૦ કિલોમીટર દૂર આવેલા કટની ગામમાંથી મળ્યું હતું. ગામના લોકોએ વન વિભાગને મદનિયું કટનીમાં આવ્યું હોવાની જાણ કરી હતી. વન વિભાગની ટીમે આખી રાત ધાનના ખેતરમાં પહેરો ભરી બીજા દિવસે મદનિયાને રેસ્ક્યુ કરીને પાછું લઈ ગયા હતા.