૨૧ વર્ષીય ઈન્ટર્ન રુમનું ભાડું બચાવવા માટે પ્લેનમાં બેસીને જાય છે કામે

22 June, 2023 04:35 PM IST  |  New Jersey | Gujarati Mid-day Online Correspondent

આ છોકરીને લોકોએ નામ આપ્યું `Super Commuter`

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

અમેરિકા (America)ના રાજ્ય સાઉથ કેરોલિના (South Carolina)ની ૨૧ વર્ષીય કોલેજ ઈન્ટર્ન સોફિયા સેલેન્તાનો (Sophia Celentano)એ પોતાની અનોખી ટ્રાવેલ સ્ટ્રેટેજીથી સોશિયલ મીડિયા (Social Media)માં ચર્ચાનું કારણ બની છે. તે ન્યુ જર્સી (New Jersey)માં સમર ઇન્ટર્નશીપ કરી રહી છે અને ઈન્ટર્ન પ્લેનમાં બેસીને જાય છે કામ પર. બોલો, છે ને નવાઈની વાત! સોફિયા દર અઠવાડિયે ચાર્લ્સટન (Charleston)થી નેવાર્ક (Newark) સુધીના પ્લેનમાં આવ-જા કરે છે. સોફિયાનો એક ટીકટોક (TikTok) વીડિયો વાયરલ થયો છે. જેનું નામ છે, ‘હું કામ કરવા માટે પ્લેન કેમ લઉં છું’. આ વીડિયોમાં તેનું રુટિન દેખાડ્યું છે.

સાઉથ કેરોલિનામાં રહેતી સોફિયા સેલેન્તાનો ન્યુ જર્સીમાં સમર ઇન્ટર્નશીપ કરી રહી છે. તે દરરોજ ચાર્લ્સટનથી નેવાર્ક પ્લેનમાં મુસાફરી કરે છે. તેણે ઓફિસની નજીક ફ્લેટ ભાડે રાખવાને બદલે પ્લેનમાં મુસાફરી કરવાનું પસંદ કર્યું છે.

સોફિયાએ આ રીતે પ્રવાસ કરીને તેના પૈસા તો બચાવે જ છે પરંતુ સાથે-સાથે ઘણો આનંદ પણ કરે છે. તેના પ્રવાસ કરવાના અનુભવ વિશે વાત કરતાં કહ્યું કે, હું મારી સમર ઇન્ટર્નશિપ માટે અઠવાડિયામાં એકવાર ફ્લાઇટ દ્વારા મુસાફરી કરું છું. હું સમજું છું કે આ એક બિનપરંપરાગત કામ છે. પરંતુ તે મારા માટે સારું છે.’ સોફિયાએ એ પણ જણાવ્યું કે તે ફ્લાઈટ પકડવા માટે સવારે ત્રણ વાગ્યે ઉઠે છે.

સોફિયાએ કહ્યું કે, તે ન્યુ જર્સીના પાર્સિપ્પનીમાં ભાડાના રૂમમાં રહેવા માંગતી નથી. ‘ઘણા લોકો વિચારે છે કે હું મારી જાતને શારીરિક અને માનસિક રીતે પરેશાન કરી રહી છું. સવારે વહેલા જાગીને હું દિવસમાં બે ફ્લાઈટ લઉં છું. પરંતુ સાચું કહું તો મારા માટે તે એટલું મુશ્કેલ નથી. મને પ્રવાસ અને સાહસ ગમે છે.’, એમ તેણે ઉમેર્યું હતું. ન્યુ જર્સીમાં, ઘર ભાડે રાખવા કરતાં ઘરેથી મુસાફરી કરવી સસ્તી છે. દક્ષિણ કેરોલિનાથી ન્યૂ જર્સીનું અંતર 600 માઈલ છે. ન્યૂ જર્સીની રાઉન્ડ ટ્રીપ ફ્લાઇટમાં $100 ખર્ચવા પડશે. જો તે અઠવાડિયામાં એક દિવસ ઑફિસે જાય છે જ્યારે તેણે ભાડે રૂમ લેવો હોય તો તેણે દર મહિને $3400 કરતાં વધુ ખર્ચ કરવો પડશે.

સોફિયા કહે છે કે, ‘આ પદ્ધતિ મને ભાડાના રૂમમાં રહેવા કરતાં સસ્તી હોવા ઉપરાંત વધુ સ્વતંત્રતા આપે છે. તેણીએ એવો પણ દાવો કર્યો હતો કે ઓફિસમાં આ રીતે મુસાફરી કરતી તે એકમાત્ર નથી. અન્ય કર્મચારી હો વીક્સ એટલાન્ટાથી જ્યોર્જિયા આવે છે. તેણે કહ્યું કે સવારે ઉઠીને ફ્લાઈટ પકડવી મુશ્કેલ નથી. ફ્લાઇટ પકડતા પહેલા એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોવી વધુ મુશ્કેલ છે.’

united states of america south carolina social networking site tiktok new jersey offbeat news international news