Ola Driver Viral: કૅબમાં બેસો ને ડ્રાઈવર રડવા લાગે તો શું સમજશો? આ મામલાને જાણી તમેય પડશો વિચારમાં

28 February, 2024 02:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ola Driver Viral: અનીશા દીક્ષિત અને કેબ ડ્રાઈવર વચ્ચેની વાતચીત વાયરલ થઈ છે. ઓલા કેબમાં બેસતાની સાથે જ ડ્રાઈવર બેકાબૂ થઈને રડવા લાગ્યો.

અનિશા દીક્ષિતે પોસ્ટ કરેલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

તાજેતરમાં જ એક વિડીયો (Ola Driver Viral) સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા ઈફલુએન્સર અનીશા દીક્ષિતે ઈન્સ્ટાગ્રામ પર એક કેબ ડ્રાઈવર સાથેનો તેનો તાજેતરનો અનુભવ શૅર કર્યો હતો. 

આ વીડિયો (Ola Driver Viral) પોસ્ટ કરીને તેણે નેટીઝન્સને પૂછ્યું હતું કે શું આ કૌભાંડ છે કે નહીં? હવે તેનો વીડિયો વાયરલ થયો છે અને તેણે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે.આ વિડીયો જોઈને હવે અનેક લોકોએ એવો દાવો કર્યો હતો કે તેણે આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જેમાં એક ડ્રાઈવરે તેને પૈસા માટે છેતરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઇન્ફ્લુએનસરે તેની પોસ્ટમાં ઑલાને ટેગ કરીને કૌભાંડ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. 

શું છે મામલો? કેમ ઇન્ફ્લુએનસરે વિડીયો પોસ્ટ કરવો પડ્યો?

તમને જણાવી દઈએ કે આ વિડીયોમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અનીશા દીક્ષિત અને કેબ ડ્રાઈવર વચ્ચેની વાતચીત (Ola Driver Viral) સાંભળી શકાય છે. અનિશાએ બાંદ્રામાં તેના ઘરેથી ઓલા બુક કરાવી હતી. પછી ઓલા કેબમાં બેસતાની સાથે જ ડ્રાઈવર બેકાબૂ થઈને રડવા લાગ્યો.

આ વાતચીતમાં કેબ ડ્રાઇવરને એવું કહેતા સાંભળી શકાય છે કે તેના પિતાનું હમણાં જ અવસાન થયું છે અને તેનું પાકીટ પણ ચોરાઈ ગયું છે. પછી તે કહે છે કે આને કારણે તે તેના ઘરે જઈ શકશે નહીં. આટલું કહીને તે રડવા પણ લાગે છે. ત્યારબાદ તે એવું પણ કહે છે કે તેને આત્મહત્યાના વિચારો આવી રહ્યા છે. ત્યારબાદ અનિશા તેને સાંત્વના આપવાનો પ્રયાસ કરે છે, 

આટલું કહીને તે પછી એમ પણ પૂછે છે કે શું તે તેની સામે ફરિયાદ તો નહીં નોંધાવેને? બસ ત્યારબાદ અનિશાને મનમાં શંકા થાય છે. વળી આ દરમિયાન અનિશાએ જોયું કે પેલો ડ્રાઈવર તેને આગળના અરીસામાંથી જોઈ રહ્યો છે. પછી શંકામાં ભરાયેલી અનિશાએ તે જ સમયે ડ્રાઇવરને કાર રોકવા પણ ફરમાન કર્યું હતું. પછી તે ગાડીમાંથી ઉતરીને તેના પતિને કૉલ કરવા લાગી હતી. પરંતુ જેવી તે કારમાંથી બહાર નીકળી કે ડ્રાઈવર ત્યાંથી ભાગી ગયો હતો.

અનિશાએ લોકોને પૂછ્યો છે આ સવાલ

અનિશાએ આ વિડીયો (Ola Driver Viral) શૅર પૂછ્યું છે કે શું ડ્રાઈવર ખરેખર દુઃખી હતો કે પછી તે આવી રીતે તેની જેમ અન્ય લોકોને આવું દુઃખી હોવાનો ઢોંગ કરીને છેતરવાનો પ્રયાસ કારીઓઈ હતો.

ઓલાએ આ ઘટના બાદ કોઈ નિવેદન આપ્યું કે નહીં?

તમને જણાવી દઈએ કે ઓલાએ હજુ સુધી આ ઘટના (Ola Driver Viral) અંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી, પરંતુ વિડિયોએ નોંધપાત્ર ધ્યાન ખેંચ્યું છે, તેના પોસ્ટિંગથી પ્લેટફોર્મ પર આશરે 6 મિલિયન વ્યૂઝ મેળવ્યા છે.

offbeat videos offbeat news mumbai bandra social media social networking site