03 September, 2024 12:54 PM IST | Himalayas | Gujarati Mid-day Correspondent
હિમાલયમાં ૪૧,૦૦૦ વર્ષ જૂના ૧૭૦૦ વાઇરસ શોધાયા
ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ હિમાલયમાંથી ૪૧,૦૦૦ વર્ષ જૂના ૧૭૦૦થી વધુ વાઇરસ શોધી કાઢ્યા છે. મધ્ય, દક્ષિણ અને પૂર્વીય એશિયા જ્યાં મળે છે ત્યાં આવેલા તિબેટિયન ઘાટ પરના ગુલિયા ગ્લૅસિયરમાંથી ૧૦૦૦ ફુટ લાંબા બરફના ટુકડામાંથી આ વાઇરસ મળ્યા છે. અને આશ્ચર્ય એ વાતનું છે કે આટલા દાયકા પછી પણ એ વાઇરસ જીવે છે. ગ્લોબલ વૉર્મિંગને કારણે એક બાજુ પૃથ્વી ગરમ થઈ રહી છે, બરફ ઓગળી રહ્યો છે ત્યારે આ અજાણ્યા વાઇરસ ઘાતકી મહામારી ફેલાવનારા હોઈ શકે એવી ચિંતા વિજ્ઞાનીઓને હતી, પરંતુ અભ્યાસ કર્યા પછી જણાયયું કે આ તમામ ૧૭૦૦ વાઇરસ માનવીઓના સ્વાસ્થ્યને કોઈ નુકસાન કરે એવા નથી. આ વાઇરસ એકલ કોશિકાવાળા જીવ હોવાથી માણસો તો ઠીક પશુ-પક્ષીઓ કે છોડને પણ બીમાર કરી શકે એવા નથી.