બાપરે! આ દેશમાં શખ્સની ખોપરીમાંથી નીકળી આખેઆખી ચોપસ્ટિક, જોતાં રહી ગયા ડૉક્ટર...

29 November, 2023 09:47 PM IST  |  Hanoi | Gujarati Mid-day Online Correspondent

જ્યારે ડૉક્ટરોએ આ રોગને લગતા અન્ય ઘણા પરીક્ષણો કર્યા, ત્યારે તેમને દર્દીની ખોપરીમાં ચોપસ્ટિક્સ મળી આવી હતી. આ તેના નાક દ્વારા તેના મગજમાં પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું

ખોપરી દર્શાવતી પ્રતીકાત્મક તસવીર

વિયેતનામ (Vietnam)માં એક વ્યક્તિની ખોપરીમાંથી બે ચોપસ્ટિક્સ મળી (Offbeat) આવી હતી. આ 35 વર્ષીય દર્દી ઘણા દિવસોથી માથાના દુખાવાની ફરિયાદ કરી રહ્યો હતો. આ પછી, તે 25 નવેમ્બરના રોજ ડોંગ હોઈમાં ક્યુબા ફ્રેન્ડશિપ હૉસ્પિટલ ચેકઅપ માટે પહોંચ્યો હતો. અહીં ડૉક્ટરોએ તેનું સીટી સ્કેન કર્યું અને તેમને ખબર પડી કે દર્દી ટેન્શન ન્યુમોસેફાલસથી પીડિત છે. આ એક દુર્લભ, પરંતુ જીવલેણ રોગ છે.

જ્યારે ડૉક્ટરોએ આ રોગને લગતા અન્ય ઘણા પરીક્ષણો કર્યા, ત્યારે તેમને દર્દીની ખોપરીમાં ચોપસ્ટિક્સ મળી આવી હતી. આ તેના નાક દ્વારા તેના મગજમાં પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે દર્દીને આ વિશે કહેવામાં આવ્યું તો તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો, પરંતુ બાદમાં તેણે જણાવ્યું કે આ 5 મહિના પહેલા એક બારમાં ઝઘડા દરમિયાન થયું હતું.

દારૂના નશામાં બારમાં ઝઘડો

તે સમયે નશામાં હોવાને કારણે, દર્દીને હવે ઘણી વસ્તુઓ યાદ નથી. જોકે, તેણે કહ્યું કે બારમાં તેનો કોઈ સાથે ઝઘડો થયો હતો. ત્યારે એક વ્યક્તિએ તેના ચહેરા પર લાંબી વસ્તુ વડે હુમલો કર્યો હતો. તે સમયે, તે ઇજાગ્રસ્ત હોવાથી તે ડૉક્ટર પાસે ગયો હતો, પરંતુ તેમને તેના નાકમાં આવું કંઈ મળ્યું ન હતું.

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, દર્દીનું માનવું છે કે તે વ્યક્તિએ તેના પર બારમાં ચોપસ્ટિક્સ વડે હુમલો કર્યો હતો. તે પછીના 5 મહિના સુધી તેની ખોપરીમાં રહી હતી. આ કારણે તેનો માથાનો દુખાવો સતત વધતો ગયો હતો. હાલમાં ડૉક્ટરોએ એન્ડોસ્કોપી કરીને ચોપસ્ટિક કાઢી નાખી છે. આ પછી માઈક્રોસર્જરી દ્વારા ભગંદર બંધ કરવામાં આવ્યો.

દર્દી હવે ખતરાની બહાર

ભગંદર એ મગજ અને કરોડરજ્જુમાં હાજર ધમનીઓ અને નસો વચ્ચેનું જોડાણ છે. દર્દી ખતરાની બહાર છે અને તેને ટૂંક સમયમાં રજા આપવામાં આવશે. હૉસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગના વડાએ તેને તેમના જીવનનો સૌથી દુર્લભ કેસ ગણાવ્યો છે.

vietnam offbeat news international news