06 September, 2019 03:04 PM IST | ક્રિસમસ ટાપુ, ઑસ્ટ્રેલિયા
આ છે કરચલાઓનો ટાપુ
સામાન્ય રીતે રસ્તા પર કરચલા બહુ જ ઓછા જોવા મળે છે. પરંતુ ઑસ્ટ્રેલિયામાં એક એવો ટાપુ છે જ્યાં બધુ જગ્યાએ કરચલા જ કરચલા નજર આવે છે. અહીંનો નજારો એવો હોય છે કે તમને લાગે કે અહીં કરચલાઓનો વરસાદ થયો છે. રસ્તાઓ હોય કે ઘર, એમનું જ જાણે રાજ ચાલે છે.
આ ટાપુનું નામ ક્રિસમસ ટાપુ છે, જે ક્વીંસલેન્ડમાં આવેલો છે. અહીં દર વર્ષે કરચલાઓનો જમાવડો નજર આવે છે. આ કરચલાઓ રસ્તાથી લઈને જંગલ, ઘર, રેસ્ટોરન્ટ, બાર, બસ સ્ટોપ દરેક જગ્યા પર જોવા મળે છે. આ કરચલાઓ દર વર્ષે પ્રજનન કરવા માટે ક્રિસમસ ટાપુના એક છેડે આવેલા જંગલથી બીજા છેડે આવેલા ભારતીય મહાસાગર સુધીની સફર ખેડે છે.
આ કરચલાઓના કારણે રસ્તાઓ લાલ જોવા મળે છે. દર વર્ષે અહીં હજારો કરચલાઓ વાહનની નીચે આવીને મરી પણ જાય છે. એટલે જ ત્યાં બોર્ડ લગાવવામાં આવે છે કે ગાડી ધીરે ચલાવો. અથવા તો ત્યાના રસ્તા જ બંધ કરી દેવામાં આવે છે.
આ પણ જુઓઃ Tapas Relia: આ મૂળ ગુજરાતી કંપોઝર માટે મ્યુઝિક જ છે સર્વસ્વ
ક્રિસમસ ટાપુ 52 વર્ગ માઈલ ક્ષેત્રફળમાં ફેલાયેલો છે. જેની વસતી લગભગ 2, 000 જેટલી છે. તેમ છતા પણ અહીં કરચલાઓને જોવા મોટી સંખ્યામાં લોકો પહોંચે છે.