04 August, 2019 10:04 AM IST | ઉત્તર પ્રદેશ
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના જૌનપુરમાં બનેલી એક ઘટનામાં દારૂ-જુગારના બંધાણી એક પતિએ પોતાની જ પત્નીને દાવે લગાડી દીધી. વાત એમ હતી કે જુગાર રમતાં-રમતાં તેની પાસે પૈસા ખૂટી જતાં તેણે પોતાની પત્નીને જ દાવે મૂકી દીધી હતી. એ દાવ પણ તે હારી જતાં તેના ફ્રેન્ડ અરુણ અને સંબંધી અનિલે તેની પત્નીને બોલાવીને રેપ કર્યો હતો. આ ઘટના પછી તેની પત્ની પોતાના મામાને ઘરે જતી રહી હતી. જોકે પતિ એની પાછળ-પાછળ ગયો અને ત્યાં જઈને પોતાની ભૂલ માટે માફી માગી લીધી હતી.
આ પણ વાંચો : યુરોપના આ ગામમાં 9 વર્ષથી એકેય છોકરો પેદા નથી થયો
કારમાં જ્યારે તે પત્નીને પાછો લઈને આવતો હતો ત્યારે તેણે એક જગ્યાએ કાર ઊભી રાખી લીધી અને ત્યાં ફરીથી પેલા મિત્રોને પત્ની પર રેપ કરવા દીધો હતો. એ પછી પત્ની પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા ગઈ તો પોલીસે પણ તેની ફરિયાદ લખવાની ના પાડી દીધી. આખરે તેણે કોર્ટનો દરવાજો ખખડાવતાં પોલીસને એફઆઇઆર નોંધવાની ફરજ પડી હતી.