આ વિચિત્ર દરિયાઈ જીવે સમુદ્રમાં 3700 ફુટ ઊંડે જઈને શરીરનો લૂક બદલ્યો

21 March, 2021 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમુદ્રના પેટાળમાં અનેક એવી ચીજો છે જેનાથી આપણે અજાણ છીએ. જોકે ઘણી વાર સંશોધકો ઊંડા સમુદ્રમાંથી અવનવી ચીજો અને અદ્ભુત જાણકારી મેળવી લાવતા હોય છે જે સામાન્યપણે માનવામાં આવે એવી ન હોય.

વિચિત્ર દરિયાઈ જીવ

સમુદ્રના પેટાળમાં અનેક એવી ચીજો છે જેનાથી આપણે અજાણ છીએ. જોકે ઘણી વાર સંશોધકો ઊંડા સમુદ્રમાંથી અવનવી ચીજો અને અદ્ભુત જાણકારી મેળવી લાવતા હોય છે જે સામાન્યપણે માનવામાં આવે એવી ન હોય. આફ્રિકાના દરિયાના પૂર્વીય કિનારાથી એક વિડિયો વાઇરલ થયો છે જે રિમોટલી ઑપરેટેડ વેહિકલ (આરઓવી) હાઈ-ટેક કૅમેરાની મદદથી લેવામાં આવ્યો છે.

વિડિયોમાં જોઈ શકાય છે કે એક દરિયાઈ જીવ દરિયામાં ફરી રહ્યો છે જેનો આકાર જૂની આર્કેટ ગેમના રાક્ષસ જેવો કે પછી ઍલિયન ફિલ્મમાં દર્શાવાયેલા ઝેનોમોર્ફ જેવો છે.

લગભગ ૪૦ સેકન્ડ જેટલો સમય પાણીમાં લગભગ સ્થિર રહ્યા પછી અચાનક ૩૭૫૩ ફુટ નીચે જઈને તે પોતાનો આકાર બદલે છે અને એક નાના બૉલ જેવો દેખાય છે. થોડી જ સેકન્ડમાં બૉલ ખૂલીને લીંબુનો રસ કાઢવાના સંચાના આકારમાં પરિવર્તિત થાય છે.

OffbeatNews HatkeNews InternationalNews