સારવારના નામે છોકરીને રૂમમાં લઈ ગયો તાંત્રિક: માથામાં ભોંકી 10 સોઈ...

19 July, 2024 04:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પરિવાર યુવતીને તાંત્રિક પાસે લઈ ગયો અને તેને સમસ્યા વિશે જણાવ્યું હતું. તાંત્રિકે યુવતી પર તંત્ર-મંત્ર શરૂ કર્યો. આ દરમિયાન યુવતીની હાલત વધુ બગડી હતી

પ્રતીકાત્મક તસવીર

ઓડિશામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક 19 વર્ષની છોકરી બીમાર હતી. પરિવાર તેને તાંત્રિક (Offbeat News) પાસે લઈ ગયો હતો. તાંત્રિક યુવતીને એક રૂમમાં લઈ ગયો અને તેના માથામાં 10 જેટલી સોય નાખી દીધી હતી, જેના કારણે યુવતીની હાલત ખરાબ થઈ ગઈ હતી. હાલ બાળકીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

વાસ્તવમાં, ભીમા ભોઈ મેડિકલ કૉલેજમાં 19 વર્ષની છોકરીને દાખલ કરવામાં આવી છે. તબીબો તેની સારવાર કરી રહ્યા છે. તે બોલાંગીર જિલ્લાના સિંધકેલા ગામની રહેવાસી છે. તે છેલ્લા ચાર વર્ષથી બીમાર હતી. પરિવારના સભ્યોએ યુવતીની ઘણી જગ્યાએ સારવાર (Offbeat News) કરાવી, પરંતુ તેની તબિયતમાં સુધારો ન થયો.

દરમિયાન જમુતઝુલા ગામમાં રહેતાં તાંત્રિક સંતોષ રાણા (Offbeat News) વિશે કોઈએ પરિવારને જણાવ્યું હતું. પરિવાર યુવતીને તાંત્રિક પાસે લઈ ગયો અને તેને સમસ્યા વિશે જણાવ્યું હતું. તાંત્રિકે યુવતી પર તંત્ર-મંત્ર શરૂ કર્યો. આ દરમિયાન યુવતીની હાલત વધુ બગડી હતી.

બાળકીના પિતાનું કહેવું છે કે તાંત્રિક મારી પુત્રીને એક રૂમમાં લઈ ગયો અને એક કલાક બાદ બહાર લઈ આવ્યો. અમે જોયું તો દીકરીના માથામાં સોય ફસાઈ ગઈ હતી. છોકરીની પીડા સતત વધી રહી હતી. જ્યારે પરિવારે જોયું તો તેના માથામાંથી આઠ સોય કાઢી લીધી હતી. આ પછી તેને હૉસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તેનો સીટી સ્કેન કરવામાં આવ્યો હતો. બાળકીના માથામાં 10થી વધુ સોય ફસાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

બાળકીના પિતાએ જણાવ્યું કે, જ્યારે તાંત્રિક તંત્ર-મંત્ર કરી રહ્યો હતો ત્યારે બાળકી બેભાન થઈ ગઈ હતી. તે સમયે તેને ખબર ન હતી કે તેની સાથે શું કરવામાં આવ્યું છે. બાળકીની હાલત સતત બગડતાં તેને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. આ મામલે યુવતીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે. આ પછી પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી લીધી છે. આ ઘટના અંગે પોલીસ અધિકારીઓ કે આરોપીઓ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

અન્ય સમાચાર

લોકોને છેતરનાર તાંત્રિકની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરના એરોડ્રોમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તંત્ર ક્રિયાના નામે એક મહિલા સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો, જેમાં મહિલા સાથે 1 લાખથી વધુની છેતરપિંડી કરીને તાંત્રિક ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસે આજે તાંત્રિક બાબાની ધરપકડ કરી છે. ડીસીપી વિનોદ મીનાએ જણાવ્યું કે તાજેતરમાં એરોડ્રોમ વિસ્તારની રહેવાસી પ્રેમબાઈ ચંદેલ નામની મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું કે તેના ઘરમાં તેના બાળકની તબિયત સારી નથી.

odisha news offbeat news india national news