04 April, 2021 10:05 AM IST | Hong Kong | Gujarati Mid-day Correspondent
તસવીર: પી.ટી.આઇ.
માણસે બનાવેલો રોબો હવે શું નથી કરતો. સોફિયા નામનો આ રોબો વાત કરી શકે, ગાઈ શકે, જોક્સ કહી શકે, એટલું જ નહીં, ચિત્રો પણ બનાવી શકે. માર્ચ મહિનામાં એણે બનાવેલું પેઇન્ટિંગ હરાજીમાં ૬,૮૮,૮૮૮ ડૉલર એટલે કે અંદાજે ૫.૦૫ કરોડ રૂપિયામાં વેચાતાં ભારે આશ્ચર્ય થયું હતું. હૉન્ગકૉન્ગના એક રોબોટિક સ્ટુડિયોમાં ૨૯ માર્ચથી સોફિયા રોબોએ બનાવેલા પેઇન્ટિંગનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.