30 December, 2019 10:37 AM IST | Russia
આંખ વિના જન્મેલું બાળક
રશિયામાં ઍલેક્ઝૅન્ડર કે નામનું આઠ મહિના પહેલાં જન્મેલું બાળક અનાથાલયમાં હતું. સાશાના હુલામણા નામે જાણીતું આ બાળક રૅર જિનેટિક સિન્ડ્રૉમને કારણે આંખ જ ધરાવતું નહોતું. તેની આંખના ઘણાબધા પાર્ટ્ સ જ વિકસ્યા ન હોવાથી આંખની પાંપણો પણ પૂરી ખૂલે એવી નથી. આ બાળકને કોઈ દત્તક લઈને પ્રેમથી સાચવે અને સારવાર કરાવે તો જ એનું જીવન ખીલે એમ હતું. સારા સમાચાર એ છે કે આ ક્રિસમસમાં જ બીજા શહેરનું એક દંપતી સાશાને દત્તક લઈ ગયું છે.
આ પણ વાંચો : ટેસ્લા કારની ચાવી હાથમાં જ ઇમ્પ્લાન્ટ કરાવી દીધી એટલે હવે ખોવાય જ નહીં
ખામીવાળા બાળકોને જલદીથી કોઈ દત્તક લેતું નથી, પરંતુ સાશા આ બાબતે નસીબદાર નીકળ્યો છે અને નવો પરિવાર તેની સારવાર કરાવવા માગે છે.