08 September, 2020 07:13 AM IST | Russia | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
MDZhB નામનું રહસ્યમય રેડિયો સ્ટેશન ૩૮ વર્ષોથી પ્રસારણ કરે છે, પરંતુ એ રેડિયો સ્ટેશનના માલિકો, સંચાલકો કે બીજી બાબતોનું ઠામઠેકાણું કોઈ જાણતું નથી. ૧૯૮૨થી ૨૪ કલાક પ્રસારણ કરતું એ રેડિયો સ્ટેશન એમજેબી (MJB) નામે ઓળખાય છે. થોડી સેકન્ડે ચોક્કસ પ્રકારના કંટાળાજનક અવાજો વચ્ચે અઠવાડિયે બે-ચાર વખત કોઈ માણસ રશિયન ભાષામાં કહેવાતો કે રૂઢિપ્રયોગ બોલે છે. રેડિયોના માધ્યમના ચાહકોમાં એ રહસ્યમય રેડિયો સ્ટેશન વિશે ઘણા વખતથી ઉત્સુકતા છવાયેલી છે. એ રેડિયો સ્ટેશન રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ કે મૉસ્કોની આસપાસ હોવાની જાણકારોની ધારણા છે. એ રેડિયો સ્ટેશન લો ફ્રીક્વન્સી ધરાવતા શૉર્ટ વેવ્ઝ પર કામ કરે છે. જોકે શૉર્ટ વેવ્ઝ લાંબા અંતર સુધી પહોંચતા હોય છે. 4625 kHz ફ્રીક્વન્સી પર એ રેડિયો સ્ટેશનનાં પ્રસારણ સાંભળી શકાય છે. એ રેડિયો સ્ટેશનના વજૂદ વિશે અનેક તર્કવિતર્ક ચાલે છે. તર્કવિતર્કોની થિયરીમાં એક થિયરી પરમાણુ યુદ્ધ સંબંધી અને બીજી જાસૂસી સંબંધી છે. જાસૂસી સંબંધી થિયરીમાં એ રેડિયો સ્ટેશન દ્વારા વિશ્વભરમાં ફેલાયેલા રશિયાના જાસૂસોને સંદેશા આપવામાં આવતા હોવાની ધારણા રાખવામાં આવે છે.