17 January, 2020 09:07 AM IST | Mumbai Desk
કિવી પીત્ઝા
સ્પાઇસી પીત્ઝા પર ફ્રૂટના ટોપિંગ્સે ફરી એક વાર સ્વાદના રસિયાઓ વચ્ચે વિવાદ ઊભો કર્યો છે. થોડાક સમય પહેલાં ઇન્ટરનેટ પર ધમાલ મચાવતા પાઇનેપલ પીત્ઝા પરની ચર્ચા હજી પૂરી નથી થઈ ત્યાં હવે કિવી પીત્ઝા આવ્યા છે અને એનો સ્વાદરસિયાઓએ વાંધો ઉઠાવ્યો છે. પરંપરાગત રીતે ટમેટો સોસ અને ચીઝના બેઝ પર કિવીની સ્લાઇઝ મૂકેલા પીત્ઝાની કલ્પના જ અનેકને થથરાવી ગઈ છે અને તેમણે ઇન્ટરનેટ પર આવો ભયાનક અખતરો કરનાર પર ટીકાની ઝડીઓ વરસાવી છે. જોકે સામે પક્ષે અનેક લોકો એક વાર આ પીત્ઝાનો સ્વાદ લેવા તૈયાર છે. તેમના મતે અવનવા સ્વાદના અખતરા જીવનમાં કરતા જ રહેવું જોઈએ.