31 October, 2019 11:47 AM IST | અમેરિકા
માસ્ક
અમેરિકાની મનાતી એક નવવધૂએ લગ્નના મંચ પર મોટો મિનિયન માસ્ક પહેરેલી તસવીરો સોશ્યલ મીડિયા પર મુકાતાં પશ્ચિમી વિશ્વના અનેક દર્શકોએ ઘૃણા કે અરુચિ અને કેટલાકોએ વખાણ કરતી કમેન્ટ્સ લખી હતી. હાસ્યાસ્પદ કે વિચિત્ર ગણાતાં પાત્રોના ચહેરાના મિનિયન માસ્ક મશહુર છે. ક્યારેક જુવાનિયાઓની પાર્ટીઓમાં એવા માસ્ક પહેરાય છે, પરંતુ લગ્નમાં આવો માસ્ક પહેરાયાનું ક્યારેય સાંભળ્યું નથી. વળી નવોઢા જાતે એ માસ્ક પહેરે એવો આ પહેલો પ્રસંગ ગણી શકાય.
આ પણ વાંચો : દહીહંડીમાં બને એવો માનવ પિરામિડ જપાનમાં જિમ્નેસ્ટિક્સમાં બનાવાય છે
એક ફેસબુક ગ્રુપમાં મુકાયેલી અજાણી મહિલાની તસવીરને ૫૦૦ લાઇક્સ મળ્યા હતા અને સેંકડો કમેન્ટ્સ નોંધાઈ હતી. કમેન્ટ્સમાં કોઈએ તે મહિલાને ચક્રમ કહી તો કોઈએ એને વિચિત્ર ગુસ્તાખી કહી. કોઈએ તેને બુદ્ધિશાળી અને બિન્દાસ કહી તો કોઈએ ‘ખેદજનક ઘટના’ કહી. એક જણે લખ્યું ‘પરણવું મહત્વનું છે’. એક ઇન્ટરનેટ યુઝરે એને ‘અપવાદરૂપ ઘટના’ કહી છે. કોઈએ કહ્યું શરમજનક અને કોઈએ કહ્યું ‘વાહ ક્યા બાત હૈ!’