ચીનના કૃત્રિમ સૂર્યનો નવો રેકૉર્ડ : 120 મિલ્યન ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાને ધખતો રહ્યો

03 June, 2021 10:52 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

તાજેતરના એક પ્રયોગમાં એ કૃત્રિમ સૂર્ય ૧૨૦ સેલ્સિયસ પ્લાઝ્મા ટેમ્પરેચર પર ૧૦૧ સેકન્ડ્સ માટે ધખતો રહ્યો હતો.

કૃત્રિમ સૂર્ય

આજકાલ વિશ્વમાં કૃત્રિમ સૂર્ય રચવાના પણ અનેક પ્રયોગ કરવામાં આવે છે. તેમાંથી એક ચીનનો એક્સપરિમેન્ટલ એડવાન્સ્ડ સુપર કન્ડક્ટિંગ ટોકામાક (ઈસ્ટ) નામે પ્રયોગ છે.

તાજેતરના એક પ્રયોગમાં એ કૃત્રિમ સૂર્ય ૧૨૦ સેલ્સિયસ પ્લાઝ્મા ટેમ્પરેચર પર ૧૦૧ સેકન્ડ્સ માટે ધખતો રહ્યો હતો. વિજ્ઞાનીઓ ત્યાં અટક્યા નહોતા. તેમણે એ કૃત્રિમ સૂર્યને ૨૦ સેકન્ડ્સ માટે ૧૬૦ મિલ્યન સેલ્સિયસના ઉષ્ણતામાને તપાવ્યો હતો. કન્ટ્રોલ્ડ ન્યુક્લીયર ફયુઝન દ્વારા શુદ્ધ ઊર્જા ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી ચીનમાં તથા વિશ્વના જુદા જુદા ઠેકાણે કૃત્રિમ સૂર્યના પ્રયોગો ચાલે છે. 

offbeat news hatke news china