13 June, 2019 11:44 AM IST | ચીન
માછીમાર
ચીનનો નિયાન નામનો બાવન વર્ષનો માછીમાર ચીનના દક્ષિણ-પૂર્વીય કિનારાથી ૬૩ કિલોમીટર દૂર ફસાઈ ગયો હતો. માછલી પકડવા નીકળેલો નિયાન ૧૦ મેથી ત્યાં ફસાયેલો અને જીવતો રહેવા માટે તેણે પૂરા ૧૧ દિવસ સંઘર્ષ કર્યો હતો. તે જ્યાં ફસાયેલો હતો ત્યાંથી પાછા જીવિત ફરવું મુશ્કેલ હતું. તે બર્મુડા ટ્રાયેન્ગલમાં ફસાઈ ગયો હતો અને સમુદ્રમાં ભટકી ગયો હતો. ઝડપી પવન, ભયંકર લહેરો અને ખરાબ વાતાવરણને કારણે તેની પેટ્રોલ-બોટ આ ટ્રાયેન્ગલમાં અટકી ગઈ હતી.
આ પણ વાંચો : દર વર્ષે અહીં યોજાય છે ખુરસી-રેસ, વિનરને મળ્યા 90 કિલો ચોખા
તેણે માછલીને ખવડાવવા માટેના દાણા ખાઈને અને પોતાનું જ યુરિન પીને જીવન ટકાવી રાખ્યું હતું. છેક ૧૧મા દિવસે એક કાર્ગો શિપે નિયાનની બોટ જોતાં તેને ઉગારી લીધો હતો. બીજી તરફ નિયાનના ઘરવાળાઓ તેને શોધી રહ્યા હતા અને જેમ-જેમ દિવસો વીતતા જતા હતા તેમ તેમને નિયાન જીવતો પાછો ફરવાની આશા રહી નહોતી.