75 વર્ષના આ દાદાએ સર કર્યો એવરેસ્ટ

08 June, 2021 11:16 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

વિશ્વના કંઈકેટલાયે યુવાનો નેપાલમાં આવેલા વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં નિષ્ફળ ગયા હશે. જોકે અમેરિકાના એક વૃદ્ધ માણસે કમાલ કરી છે.

75 વર્ષના આર્થર મુઇર

વિશ્વના કંઈકેટલાયે યુવાનો નેપાલમાં આવેલા વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં નિષ્ફળ ગયા હશે. જોકે અમેરિકાના એક વૃદ્ધ માણસે કમાલ કરી છે. આર્થર મુઇર નામના નિવૃત્ત વકીલ ૭૫ વર્ષના છે. તેમણે ૬૮મા વર્ષે પર્વતારોહણ શરૂ કર્યું હતું અને ૭ વર્ષમાં એવરેસ્ટ પર પહોંચવાનું સપનું પૂરું કરી નાખ્યું. તેઓ માઉન્ટ એવરેસ્ટ પર પહોંચનાર અમેરિકાના સૌથી મોટી ઉંમરના વ્યક્તિ છે.

આર્થરને ત્રણ સંતાનો અને ૬ પૌત્ર-પૌત્રીઓ છે. આર્થરને નાનપણથી પર્વતારોહણના વિષયમાં રસ હતો. તેઓ નાના હતા ત્યારે તેમના પિતાએ તેમને હિમાલય પર લખાયેલું એક પુસ્તક આપ્યું હતું. તેમણે પુસ્તક તો વાંચ્યું હતું, પરંતુ પર્વતારોહણની ઇચ્છા પૂરી નહોતા કરી શક્યા. ૭ વર્ષ પહેલાં એક મિત્રએ તેમને એવરેસ્ટ સર કરવાની ઇચ્છા પૂરી કરવા સમજાવ્યા ત્યારે તેમણે એ મિશન શરૂ કર્યું હતું. પહેલાં તો તેઓ નાના પર્વત પર પહોંચ્યા હતા. ૨૦૧૯માં એવરેસ્ટ પર જવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો, પરંતુ પગની ઘૂંટીમાં ઈજા થતાં ટોચ પર નહોતા પહોંચી શક્યા. ગયા વર્ષે કોવિડની મહામારીને કારણે એવરેસ્ટ પર જવાની મનાઈ હતી, પણ આ વર્ષે તેમણે વિશ્વની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચવાનું પ્રણ લીધું હતું અને પહોંચીને જ રહ્યા અને અમેરિકી વિક્રમ પોતાના નામે અંકિત કરી લીધો.

offbeat news hatke news united states of america