વૉટ્સઍપમાં નવું ફીચર આવ્યું : હવે તમે તારીખ પ્રમાણે મેસેજ સર્ચ કરી શકશો

02 March, 2024 10:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવા ફીચરના આવ્યા પછી જ્યારે તમે કોઈ વ્યક્તિના કે ગ્રુપના સર્ચબાર પર જશો ત્યારે તારીખનો ઑપ્શન પણ દેખાશે.

તારીખ પ્રમાણે મેસેજ સર્ચ કરી શકાય છે

દુનિયાની સૌથી મોટી મ​લ્ટિમીડિયા મેસેજિંગ ઍપ વૉટ્સઍપમાં એક મોટું ફીચર આવ્યું છે. હવે તમે તારીખ દ્વારા કોઈ પણ ગ્રુપ અથવા પર્સનલ ચૅટના મેસેજિસ શોધી શકશો. અલબત્ત, એ માટે તમારે મેસેજ કઈ તારીખે આવ્યો હતો એ યાદ રાખવું પડશે. આમ જોઈએ તો કી-વર્ડ સર્ચ આના કરતાં વધુ સારી છે, પરંતુ જો ચોક્કસ તારીખે શું કમ્યુનિકેશન થયેલું એ જાણવું હોય તો વૉટ્સઍપનું આ અપડેટ કામનું છે. જો તમારા મોબાઇલમાં હજી સુધી એ મળ્યું નથી તો તમારી વૉટ્સઍપ ઍપને અપડેટ કરો. એ પછી તમને આ ફીચર જોવા મળશે.

વૉટ્સઍપના આ ફીચરનું ટેસ્ટિંગ ગયા વર્ષે નવેમ્બરમાં શરૂ થયું હતું. પહેલી વાર આ ફીચર વૉટ્સઍપ બીટા વર્ઝન 2.2348.50 પર જોવા મળ્યું હતું. નવા ફીચરના આવ્યા પછી જ્યારે તમે કોઈ વ્યક્તિના કે ગ્રુપના સર્ચબાર પર જશો ત્યારે તારીખનો ઑપ્શન પણ દેખાશે.

આ રીતે તારીખ દ્વારા વૉટ્સઍપ મેસેજને સર્ચ કરો
 મેસેજ સર્ચ કરવા માટે પ્રોફાઇલ પર ક્લિક કરો.
 જો તમે ગ્રુપમાં મેસેજ સર્ચ કરવા માગતા હો તો ગ્રુપ આઇકન પર ક્લિક કરો અને જો તમે પર્સનલ મેસેજ સર્ચ કરવા માગતા હો તો પ્રોફાઇલ પર ક્લિક કરો.
 તમને સૌથી ઉપર ઑડિયો, વિડિયો અને સર્ચ ઑપ્શન દેખાશે.
 હવે સર્ચ ઑપ્શન પર ક્લિક કરો.
 સર્ચ ઑપ્શન પર ક્લિક કરતાંની સાથે જ તમને નીચે કૅલેન્ડર આઇકન દેખાશે.
 આઇકન પર ટૅપ કરીને તમે જે તારીખનો મેસેજ જોવા માગો છો એને પસંદ કરો.
 એ પછી સિલેક્ટ કરેલી તારીખના તમામ મેસે​જિસ તમને એકસાથે દેખાશે.

offbeat news tech news technology news whatsapp