હવે દુબઈની ઉપર તરતો સ્કાયસ્ક્રૅપર જોવા મળશે

01 January, 2023 10:28 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

સ્પેસ એલિવેટરના આઇડિયા પર આધારિત આ અદ્વિતીય અનલેમ્મા ટાવર એક સૂક્ષ્મ ગ્રહ પરથી કેબલ દ્વારા હવામાં લટકતો રહેશે અને એ દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ બનશે

હવે દુબઈની ઉપર તરતો સ્કાયસ્ક્રૅપર જોવા મળશે

આર્કિટેક્ચર્સ દ્વારા આંખને આંજી દેતાં બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યાં છે. જોકે એક સ્કાયસ્ક્રૅપર માટેનો પ્લાન જાણીને સૌકોઈ ચોંકી શકે છે, કેમ કે આ તરતો સ્કાયસ્ક્રૅપર સ્પેસમાં ભ્રમણ કરી રહેલા એક સૂક્ષ્મ ગ્રહ પરથી લટકતો હશે.

સ્પેસ એલિવેટરના આઇડિયા પર આધારિત આ અદ્વિતીય અનલેમ્મા ટાવર એક સૂક્ષ્મ ગ્રહ પરથી કેબલ દ્વારા હવામાં લટકતો રહેશે અને એ દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ બનશે. આ સ્કાયસ્ક્રૅપરમાં રેસ્ટોરાં, દુકાનો, ઑફિસો, ગાર્ડન, અપાર્ટમેન્ટ્સ અને પૂજાનાં સ્થળો પણ હશે. પૃથ્વીના વાતાવરણથી એ ૩૨,૦૦૦ મીટર ઉપર હશે.

આર્કિટેક્ચર ફર્મ ક્લાઉડ્ઝ એઓ દ્વારા સ્કાયસ્ક્રૅપર માટેનો આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને એને દુબઈની ઉપર બાંધવામાં આવશે.

આ પ્લાન્સ વિશે આ કંપનીએ જણાવ્યું હતું કે દુબઈની ઉપર એનાલેમ્માને બાંધવાની પ્રપોઝલ છે. પૃથ્વીની ઉપર એક સૂક્ષ્મ ગ્રહને ભ્રમણકક્ષામાં મૂકીને અને એના પરથી કેબલ વડે ખૂબ ઊંચા ટાવરને લટકાવી શકાય છે.

international news dubai offbeat news