14 November, 2024 05:12 PM IST | North Carolina | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના નૉર્થ કૅરોલિનામાં રહેતી કૅલી સ્પાહર માટે ગુજરાતી કહેવત ‘બગાસું ખાતાં પતાસું મળ્યું’ સાચી પડી છે. કૅલી સંતરાનો જૂસ ખરીદવા કેન્સવિલે ગઈ હતી. જૂસ લઈને પાછી આવતી હતી ત્યારે ત્યાં વેચાતી લૉટરીની ટિકિટ પર તેની નજર પડી. નવી ટિકિટ જોઈને તેને ખરીદવાની ઇચ્છા થઈ એટલે ૨૦ ડૉલર (૧૭૦૦ રૂપિયા)નું સ્ક્રૅચ કાર્ડ લીધું. ત્યાં ને ત્યાં જ કૅલીએ કાર્ડ સ્ક્રૅચ કર્યું અને ઇનામની રકમ વાંચીને તેની આંખ પહોળી થઈ ગઈ. ૧૭૦૦ રૂપિયાના સ્ક્રૅચ કાર્ડમાં તેને ૨.૧૦ કરોડ રૂપિયાનું ઇનામ લાગ્યું હતું. કૅલીએ કહ્યું કે ‘કાર્ડ સ્ક્રૅચ કરતાં જ મારું જીવન બદલાઈ ગયું. હવે હું પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત કરીશ.’